રવિવાર, 14 જૂન, 2020

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય...

હું આ આપઘાતનો પ્રયાસ સાંભળીને જેટલો દુઃખી થવું છું એટલો દુઃખી ક્યારેય થતો નથી..

છાશવારે આપઘાતના ન્યૂઝ આવે છે.
પરીક્ષામાં નિષ્ફળતા
આર્થિક તંગી
સામાજિક તણાવ
સંબંધોમાં તિરાડ

આવા કેટલાય પ્રસંગોમાં લોકો જીવન છોડી મોતને વ્હાલું કરે છે પણ મારું વ્યક્તિગત માનવું છે કે, જે પ્રકારે આર્થિક અને સામાજિક પ્રતિષ્ઠાની દોડમાં આપણે લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉભી કરી શકતાં નથી..

આ લાઈફ સ્પોર્ટ સિસ્ટમ શું છે ?

તમારી આસપાસ પરિવાર, મિત્રો કે સાથી કર્મચારીઓ કે પછી માણસોનો એક એવો સમૂહ તમારે ઉભો કરવાનો છે જે તમને ગમે તેવી કપરી પરિસ્થિતિમાં જીવનમાં સંઘર્ષ કરવા પ્રેરિત કરે..

તમને સાંભળે
તમને સપોર્ટ કરે
તમને મદદ કરે
તમારી સાથે ઉભા રહે
તમને સમજે
તમારી મુશ્કેલી નિવારી ન શકે તો તે નિવરવાની હિંમત આપે...

તમે સરકારી વ્યવસ્થાથી ઉમ્મીદ ન રાખતાં
કેમ કે ત્યાં આત્મહત્યાના આંકડા માત્ર નોંધવા માટે હોય છે પણ ઘટાડવા માટેના પ્રયત્નો તો આપણે કરવા પડશે.

કોઈના દુઃખ કે મુશ્કેલીને નિવારવા તમે પણ મદદરૂપ થઇ શકો..

માત્ર પૈસા અને નામના મેળવવાથી તમારા મનમાં આત્મહત્યાનો વિચાર નહીં આવે એવું નથી પણ તમે દુનિયાને જોવાની અને તમારા આસપાસ જ્યાં સુધી મજબૂત લાઈફ સપોર્ટ સિસ્ટમ નહીં ઉભી કરો તો એકલા રહેશો.. આ એકલતા જ તમારી દુશ્મન છે..

સમજો લોકોને સાંભળો
તમારા દિલની વાત બધાને કહો

આસપાસ એવા મિત્રો કે પરિવારના સભ્યોનું વર્તુળ ઉભું કરો જે તમારી મુશ્કેલીમાં પણ તમારા પડખે ઉભું રહે અને તમને એક વાત તો કહે જ કે, અમે તારી સાથે છીએ.. ચિંતા ન કર...

દિલમાં રાજ દબાવવા કરતા
વ્યક્ત કરવા વધારે સારા..

ભૂલ કોઈથી પણ થઈ શકે માફી આપતા શીખો
નિષ્ફળતા આવશે પણ તેનો આનંદ લેતા શીખો
સફળતા પણ આનંદ ન આપે તો તેને ત્યજી દો
જીવન ખૂબ સુંદર છે તેને માણતા શીખો...


તમારા જવાનો અકાળે આઘાત કેટલાય સ્વજનોને આજીવન પસ્તાવામાં મૂકી દે એ પહેલાં જીવન સાથે લડતા શીખો...

આવો આપણે આપણી આસપાસ લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉભી કરીએ.. જે જીવન મહેકાવે...

સોમવાર, 25 જૂન, 2018

હું ગરીબનો ગાલ છુ



હું ગરીબનો ગાલ છુ
હું મહિલાનો વ્હાલ છુ
હું પુરુષનો સવાલ છુ
હું વાર છુ
હું સારવાર છુ
હું પ્યાર છુ
હું દિલનો ધબકાર છુ
હું આત્માનો આર છુ
હું જગતની પાર છુ
હું ચિંતનનો તાર છુ
હું મંથનની ધાર છુ
હું જિંદગીની રસધાર છુ
હું સચ્ચાઈનો સાર છુ
હા..હું વિચાર છુ

બુધવાર, 13 જૂન, 2018




પી.રંજિત ડાયરેક્ટ અને સુપરસ્ટાર રાજનીકાંતની " કાલા " ફિલ્મ એ ફિલ્મ નથી પણ વૈચારિક લડાઈ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ફિલ્મનો નાયક કાલિકારન ઉર્ફે કાલા એક સવાંદ બોલે છે...
मेरी ज़मीन और अधिकार छीनना अगर तेरा धर्म है । तेरे भगवान का धर्म है तो में तेरे भगवान को भी नहीं छोड़ूगा ।

"કાળા કપડાં એ બુરાઈનું પ્રતીક અને સફેદ કપડાં એ ભલાઈનું પ્રતીક" અને " સફેદપોસ રાજનેતા કરોડોનું ફુલેકું ફેરવે કે હજારોની કતલ કરાવે તો પણ તે પૂજ્ય પણ કાળો દેખાતો માણસ કાળા કપડાં પહેરી અધિકારોની લડાઈ લડે તો તે ગુંડો કે પછી અસામાજિક તત્વ"  - આ માનસિકતા ઘુસાડનારી તારી સંસ્કૃતિને ફટ છે. 
ઇતિહાસ કે ધર્મમાં ચિતરેલી બુરાઈ ખરેખર બુરાઈ છે કે નહિ એ સમજવા માટે લખનારની તટસ્થતા એ સૌથી મહત્વની છે પણ આપણે માત્ર ધર્મ કે સંસ્કૃતિના નામે પીરસાયેલું તમામ સાચું માની બેસીએ છીએ : અધિકારોની લડાઈ લડનારા દાનવ અને શોષણ કરનાર દેવ આવું ક્યાં સુધી ચાલશે. આ લડાઈ વૈચારિક છે. વિચારથી જ દેવ કહેવાતો દાનવ તમારી સામે છે જેને ઓળખો : બસ તેને મારવાનો નથી માત્ર તેને આપેલી સંસ્કૃતિ, વિચાર અને સાહિત્યને ફટ કહેશો એટલું બસ..
કાલા ઉત્તમ ફિલ્મ : ઉત્તમ સર્જન :
એક જ વાર નહિ પણ દરેક જેને માણસાઈમાં રસ હોય, જન્મના આધારે મળેલી જાતીય ઓળખની મોટાઈમાં નહિ માનનારે તો બે વાર જોવી.

ગુરુવાર, 19 ઑક્ટોબર, 2017

હું પ્યાર છુ | હું દિલનો ધબકાર છુ | હું આત્માનો આર છુ | હું જગતની પાર છુ | હું ચિંતનનો તાર છુ



હું ગરીબનો ગાલ છુ
હું મહિલાનું વ્હાલ છુ
હું પુરુષનો સવાલ છુ
હું વાર છુ
હું સારવાર છુ
હું પ્યાર છુ
હું દિલનો ધબકાર છુ
હું આત્માનો આર છુ
હું જગતની પાર છુ
હું ચિંતનનો તાર છુ
હું મંથનની ધાર છુ
હું જિંદગીની રસધાર છુ
હું સચ્ચાઈનો સાર છુ
હા..હું વિચાર છુ

ગુરુવાર, 24 ઑગસ્ટ, 2017

વ્યથા ક્યાં દેખાય છે તમને મારી, મો ખોલવાની, લે બોલવાની, હવે મને તક આપી, એ પહેલા તો જીભ તો તે કાપી લીધી


વ્યથા ક્યાં દેખાય છે તમને મારી
મો ખોલવાની
લે બોલવાની
હવે મને તક આપી
એ પહેલા તો
જીભ તો તે કાપી લીધી
કંઈક
ગીત, કવિતા કે મંત્ર
લે મને પણ
શ્રોતા બનવાની
સાંભળવાની તક તો આપી
પણ આ શું
કંઈક કાને સંભળાતું નથી
મારા કાનમાં શીશું તે રેડી દીધું
મહેનત કરી
હાથની સાથે રેખાઓ પણ ઘસી
હવે તે કહ્યું તારા હાથમાં
તારું નસીબ
પણ એ પહેલા
લે હાથ વાઢી લીધા
હવે આંખ ખુલી
તારો ખેલ જોયો
તું આંખ ફોડીશ
પણ હવે જાગ્યો છુ
જીભ, હાથ, કાન ગુમાવ્યા પછી
ભાનમાં આવ્યો છું
એટલું શીખ્યો છુ
બંદુકથી છાતી છેદીશ
તલવારથી હાથ કાપીસ
પણ હું મારવાનો નથી
કેમ કે
હું વિચાર છું



( કવિતા - વ્યથા : જિજ્ઞેશ પરમાર)

125 કરોડ ભારતીયોની જીત એટલે રાઈટ ટુ પ્રાઇવસી





125 કરોડ ભારતીયોની જીત એટલે રાઈટ ટુ પ્રાઇવસી
"રાઈટ ટુ પ્રાઇવસી" - દરેક માનવીનો મૂળભૂત હક. મારુ શરીર, મારા વિચાર અને મારુ ઘણું અંગત. હું નથી ઇચ્છતો કે હું કોઈ ને કહું... મને શું બીમારી છે. આ બીમારી જાહેર થાય તો મારા પ્રત્યે કોઈને તિરસ્કાર જન્મે કે સંવેદના. હું આ બેમાંથી એક પણ લાગણીનો શિકાર થવા નથી માંગતો.
 હું કઈ વિચારધારામાં માનુ છુ, કોને મત આપું છું, કોને પ્રેમ કરું છું, કોનાથી નફરત કરું છુ - આવા કઈ કેટલાય મત કોઈને ખબર પડે એમ ઇચ્છતો નથી.. કારણ ઘણા છે, હાલમાં ચૂંટણી પંચ તો મતદાનની ગુપ્તતા જાળવે છે પણ બુથ વાઇસ પરિણામો જાહેર કરે છે, આ પરિણામની એવી અસર આવી છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ જે બુથમાં વોટ ન માલ્યા તે અંગે ખુલ્લેઆમ એવો રોફ મારે છે.. મને એક પણ મત મળ્યા નથી તો કોઈ કામ નહિ થાય..
 હવે કદાચ.. સ્થિતિ એવી આવે કે.. નાગરિકની કોઈપણ માહિતી અંગત નહિ હોય તો શું થશે ?
નાગરિક અને બુટલેગર કે આરોપી વચ્ચે કોઈ ફેર નહિ રહે. કોઈ મારા મોબાઇલની વાતો કોઈ પણ સાંભળે અને હું વિરોધ નહીં કરી શકું તેવું સરકાર ઇચ્છતી હતી પણ આખરે મને મળ્યો રાઈટ ટુ પ્રાઇવસી..  આભાર.. સુપ્રીમ કોર્ટ
- (જિજ્ઞેશ પરમાર)

સોમવાર, 21 ઑગસ્ટ, 2017

કોઈ પૂછે કે તમે કેવા ?... તો બોલી દેજે.... હજારો વરસોની યાતના પછી ટકયા એવા




કોઈ પૂછે કે તમે કેવા ?
તો તું મુંજાતો નહિ
ડરતો નહિ
હિંમત ગુમાવતો નહિ
કહી દેજે તાડુકીને
જુલ્મો સહન કરી કંટાળેલા એવા
મરી ને પણ જીવી જઇએ એવા
અછત વચ્ચે પણ મોજ કરતા એવા
હજારો વરસોની યાતના પછી ટકયા એવા
એણે હરાવ્યા છતાં એ હરિ ને પકડી રાખ્યા એવા
રાક્ષસ કહ્યા છતાં માનવતા ન છોડી એવા
જુલ્મો સહન કરી હજુ તમને ભડાકે ન દીધા એવા
માનવ હતા, માનવ રહ્યા માનવી રહીશું એવા..

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...