અરે આવો રે આવો, એક નવો પ્રયાસ કરીએ..
હવે માણસોને માણસ નહીં પણ હવે તો ઢોરોને માણસ ગણીએ
સવારે ઉઠો ને આપણે સૌ સાથે ચરવા જઇએ
જોઇએ તો ખરા ગૌચર ખૂટે તો પ્લાસ્ટીકની થેલી ખઇએ
અરે આવો રે આવો, એક નવો પ્રયાસ કરીએ..
આમ પણ ભણ્યા એટલે ભલૂ થયું હવે ઢોરોને ભણાવીએ
સૌથી શાણો માણસ એટલે હવે ભણાવીને ઢોરને શાણા કરીએ
જીવ જાય તો વાંધો નહીં, મર્યા પછી કોઇ ખાય તો વાંધો નહીં
હવે તો ઢોરોની જગા દઇએ તેમની પણ અંત્યેષ્ઠી કરીએ
અરે આવો રે આવો, એક નવો પ્રયાસ કરીએ..
માણસને ઢોર અને ઢોરને માતા-પિતા ગણીએ
ખાય તે ચાર અે ખઇએ, ને માણસને બે ટક રળવા ફાફાં મારવા દઇએ
કંટાળો આવે તો માણસને ઢોરવાડે પૂરીએ, ઢોરોને ઘરડા ઘરમાં મોકલીએ
આવો રે આવો એક નવો પ્રયાસ કરીએ..
મર્યા પછી પુર્નજન્મમાં ઢોર થવાના ડરથી નીકળીએ,
હવે તો આપણે બધા સાથે મળીને આ જન્મે જ ઢોર થઇએ
આવો રે આવો એક નવો પ્રયાસ કરીએ...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો