સોમવાર, 25 જૂન, 2018
બુધવાર, 13 જૂન, 2018
પી.રંજિત ડાયરેક્ટ અને સુપરસ્ટાર રાજનીકાંતની " કાલા " ફિલ્મ એ ફિલ્મ નથી પણ વૈચારિક લડાઈ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ફિલ્મનો નાયક કાલિકારન ઉર્ફે કાલા એક સવાંદ બોલે છે...
मेरी ज़मीन और अधिकार छीनना अगर तेरा धर्म है । तेरे भगवान का धर्म है तो में तेरे भगवान को भी नहीं छोड़ूगा ।
"કાળા કપડાં એ બુરાઈનું પ્રતીક અને સફેદ કપડાં એ ભલાઈનું પ્રતીક" અને " સફેદપોસ રાજનેતા કરોડોનું ફુલેકું ફેરવે કે હજારોની કતલ કરાવે તો પણ તે પૂજ્ય પણ કાળો દેખાતો માણસ કાળા કપડાં પહેરી અધિકારોની લડાઈ લડે તો તે ગુંડો કે પછી અસામાજિક તત્વ" - આ માનસિકતા ઘુસાડનારી તારી સંસ્કૃતિને ફટ છે.
ઇતિહાસ કે ધર્મમાં ચિતરેલી બુરાઈ ખરેખર બુરાઈ છે કે નહિ એ સમજવા માટે લખનારની તટસ્થતા એ સૌથી મહત્વની છે પણ આપણે માત્ર ધર્મ કે સંસ્કૃતિના નામે પીરસાયેલું તમામ સાચું માની બેસીએ છીએ : અધિકારોની લડાઈ લડનારા દાનવ અને શોષણ કરનાર દેવ આવું ક્યાં સુધી ચાલશે. આ લડાઈ વૈચારિક છે. વિચારથી જ દેવ કહેવાતો દાનવ તમારી સામે છે જેને ઓળખો : બસ તેને મારવાનો નથી માત્ર તેને આપેલી સંસ્કૃતિ, વિચાર અને સાહિત્યને ફટ કહેશો એટલું બસ..
કાલા ઉત્તમ ફિલ્મ : ઉત્તમ સર્જન :
એક જ વાર નહિ પણ દરેક જેને માણસાઈમાં રસ હોય, જન્મના આધારે મળેલી જાતીય ઓળખની મોટાઈમાં નહિ માનનારે તો બે વાર જોવી.
ગુરુવાર, 19 ઑક્ટોબર, 2017
ગુરુવાર, 24 ઑગસ્ટ, 2017
વ્યથા ક્યાં દેખાય છે તમને મારી, મો ખોલવાની, લે બોલવાની, હવે મને તક આપી, એ પહેલા તો જીભ તો તે કાપી લીધી
વ્યથા ક્યાં દેખાય છે તમને મારી
મો ખોલવાની
લે બોલવાની
હવે મને તક આપી
એ પહેલા તો
જીભ તો તે કાપી લીધી
કંઈક
ગીત, કવિતા કે મંત્ર
લે મને પણ
શ્રોતા બનવાની
સાંભળવાની તક તો આપી
પણ આ શું
કંઈક કાને સંભળાતું નથી
મારા કાનમાં શીશું તે રેડી દીધું
મહેનત કરી
હાથની સાથે રેખાઓ પણ ઘસી
હવે તે કહ્યું તારા હાથમાં
તારું નસીબ
પણ એ પહેલા
લે હાથ વાઢી લીધા
હવે આંખ ખુલી
તારો ખેલ જોયો
તું આંખ ફોડીશ
પણ હવે જાગ્યો છુ
જીભ, હાથ, કાન ગુમાવ્યા પછી
ભાનમાં આવ્યો છું
એટલું શીખ્યો છુ
બંદુકથી છાતી છેદીશ
તલવારથી હાથ કાપીસ
પણ હું મારવાનો નથી
કેમ કે
હું વિચાર છું
( કવિતા - વ્યથા : જિજ્ઞેશ પરમાર)
125 કરોડ ભારતીયોની જીત એટલે રાઈટ ટુ પ્રાઇવસી
125 કરોડ ભારતીયોની જીત એટલે રાઈટ ટુ પ્રાઇવસી
"રાઈટ ટુ પ્રાઇવસી" - દરેક માનવીનો મૂળભૂત હક. મારુ શરીર, મારા વિચાર અને મારુ ઘણું અંગત. હું નથી ઇચ્છતો કે હું કોઈ ને કહું... મને શું બીમારી છે. આ બીમારી જાહેર થાય તો મારા પ્રત્યે કોઈને તિરસ્કાર જન્મે કે સંવેદના. હું આ બેમાંથી એક પણ લાગણીનો શિકાર થવા નથી માંગતો.
હું કઈ વિચારધારામાં માનુ છુ, કોને મત આપું છું, કોને પ્રેમ કરું છું, કોનાથી નફરત કરું છુ - આવા કઈ કેટલાય મત કોઈને ખબર પડે એમ ઇચ્છતો નથી.. કારણ ઘણા છે, હાલમાં ચૂંટણી પંચ તો મતદાનની ગુપ્તતા જાળવે છે પણ બુથ વાઇસ પરિણામો જાહેર કરે છે, આ પરિણામની એવી અસર આવી છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ જે બુથમાં વોટ ન માલ્યા તે અંગે ખુલ્લેઆમ એવો રોફ મારે છે.. મને એક પણ મત મળ્યા નથી તો કોઈ કામ નહિ થાય..
હવે કદાચ.. સ્થિતિ એવી આવે કે.. નાગરિકની કોઈપણ માહિતી અંગત નહિ હોય તો શું થશે ?
નાગરિક અને બુટલેગર કે આરોપી વચ્ચે કોઈ ફેર નહિ રહે. કોઈ મારા મોબાઇલની વાતો કોઈ પણ સાંભળે અને હું વિરોધ નહીં કરી શકું તેવું સરકાર ઇચ્છતી હતી પણ આખરે મને મળ્યો રાઈટ ટુ પ્રાઇવસી.. આભાર.. સુપ્રીમ કોર્ટ
- (જિજ્ઞેશ પરમાર)
સોમવાર, 21 ઑગસ્ટ, 2017
કોઈ પૂછે કે તમે કેવા ?... તો બોલી દેજે.... હજારો વરસોની યાતના પછી ટકયા એવા
કોઈ પૂછે કે તમે કેવા ?
તો તું મુંજાતો નહિ
ડરતો નહિ
હિંમત ગુમાવતો નહિ
કહી દેજે તાડુકીને
જુલ્મો સહન કરી કંટાળેલા એવા
મરી ને પણ જીવી જઇએ એવા
અછત વચ્ચે પણ મોજ કરતા એવા
હજારો વરસોની યાતના પછી ટકયા એવા
એણે હરાવ્યા છતાં એ હરિ ને પકડી રાખ્યા એવા
રાક્ષસ કહ્યા છતાં માનવતા ન છોડી એવા
જુલ્મો સહન કરી હજુ તમને ભડાકે ન દીધા એવા
માનવ હતા, માનવ રહ્યા માનવી રહીશું એવા..
બુધવાર, 22 માર્ચ, 2017
अगर आज "भगत" जिन्दा होता अरे दोस्तों तूम पे शर्मिन्दा होता
अगर आज "भगत" जिन्दा होता
अरे दोस्तों तूम पे शर्मिन्दा होता
"भगत" मेरे सपनो में आया था
उसने मुझे खुद बताया था
में मेरी माँ का दुलारा था
बाप का होनहार लाडला था
जब में कॉलेज पंहुचा था
मुज पर भी कोई मरता था
मेंने तो सिर्फ इतना जाना था
गोरे भेड़ियो से देश को बचाना था
आज़ादी से शादी करके
मेने कसम खायी थी
अपनी जान देके सहादत पाई थी
अब देखता हु
दुखी होकर सोचता हु
में करता था मुर्तिया से नफरत
आज मेरी मुर्तिया लगायी जाती है
मेंने खड़े किये थे खुदा पे सवाल
मुझे भगवान बता के फूलमाला चढ़ाते है
बस इतना कहना है दोस्तों
अभी में मरा नहीं,
कितने सिने में जिन्दा हु
बस इतना है की
मेरी विरासत संभालने वालो
आज तुम से शर्मिदा हु ।
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
લાઈફ સપોર્ટ સિસ્ટમ
હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...
-
પહેલી બાર મીલે થે તબ.. તો ઉસને મુજે દેખકર પ્યાર કી કસમ ખાઇ થી પહેલે પુછા નામ, ફીર પુછા કામ, અૌર મેરી સેલેરી પે વો ભી ઇતરાઇ થી ફીર મુ...
-
પ્રતિબંધ મુકો જાત પર ને નાત પર નેતાઓની બકવાસ પર પ્રતિબંધ મુકો એક દિવસની ભૂખ પર અંબાણીના સુખ પર અમીરોના રસુખ પર ગરીબોના દુઃખ પર મ...
-
હું જ રાવણ ને હું જ રામ મને મંદોદરી ગમતી નથી બીજાની સીતાને ઉપાડવાની ઈચ્છા મારી સમતી નથી મને આઝાદ થઈ ને ઊડતી સુર્ણપંખાનું નાક કાપવ...




