પછાડેથી પુંછડૂં કાઢવા માથા વઢાવ્યાં તોય તમે ક્યાં દુભાયાં
ભણવા માટે અંગૂઠા કપાવ્યા તોય અમે તો મુરખ ગણાયાં
બોલવા માટે ખોખરો કર્યો તોય જીભ કાપી અમને બોબડાં કરાયાં
તારા ભગવાનનો પાઠ સાંભળ્યો તો અમારા કાનમાં સીસા રેડાયાં
હવે તો બેઠા થયાં, બોલતા અને સાંભળતા થયા તોય તમે અભળાયાં
વડવાના તો હજાર ભવ ગયા, આખો જનમારો વિત્યો તોય તમે ન હમજાયાં
દુરથી આવ્યો ફરી અેક વાર ઉના, ઉનાનો નાદ છતાં કોઇને ન સંભળાયો
અલ્યા વ્યથા નથી આ નવી અમારી પણ અચાનક ફરી જુઓ આ અભળાયાં

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો