ગુરુવાર, 15 સપ્ટેમ્બર, 2016

રામાકાકાના રમલાને ઓલિમ્પિકમાં દોડાવ્યો હોત તો યુસેન બોલ્ટનેય પરસેવો આવ્યો હોત



રઘો બોલ્યો,
અલ્યા..
રામાકાકાના રમલાને ઓલિમ્પિકમાં દોડાવ્યો હોત
તો યુસેન બોલ્ટનેય પરસેવો આવ્યો હોત
આપનો તો એક ગોલ્ડ મેડલ પાકો હોત
પેલી ડાળીએ આવતી પોસીનાની હંસાડીને મેલી હોત
તિર મારવામાંય કાઠું કાઢ્યું હોત
એમાંય એક ગોલ્ડ મેડલ તો લાવ્યા હોત
પેલા જમ જેવા ભેમાંને બાથમબાથા કરવા ઉતાર્યો હોત
હારો કેટલાય ને પછાડીને મારો બેટો જીત્યો હોત
એય એકાદ તાંબાનું મેડલ લાયો હોત
આટલું સાંભળી ને ભગલો બોલ્યો,
તું ભૂલી જ્યો લાગે છે,
રામાકાકાના રમલાના હાલ-હવાલ
બિચાળો સ્કૂલમાં હારું દોડ્યો તો
પેલા ટિકબાપુ ના છોરાને હારાયો તો
બે ઢોકનીઓ તોડવી તી
તારે રામકાકાએ હમ આલ્યા તા
તારથી એનું દોડવાનું તો ઠીક સ..
હવે બિચાણો ચાલવા માટે ચામુંડાની બાધા લીધી સ
આવાય હાલ બિચાડી હંસાડી ના થયા તા
એક દિ છોણાં વીણવા જીતી
ત્યારે પેલા મુખીના છોરા એ આબરૂ લીધી તિ
તારે તેને તિર ઉગામ્યું તું
મુખી ના દીકરાને વીંધ્યો તો
પછી તો પોસીના માં તિર ઉપર બંધ મુકાયો સે
જમ જેવો ભગલો
એક દિ પંચો ના સામે પડ્યો તો
એ દિવસે પોલીસ કને મારાવ્યો તો
હાડકા તોડયા તા
રાઘલા એ બૂમ મારી...
હારું જીતનારા ને તો જીવવા ન દીધા
હરનારા ને આગળ કર્યા
તો પછી ગોલ્ડ તો શું લોઢુંય ન આવે હો....


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...