દુઃખો આપવામાં જો હોય તુ રાજી
તો હું ક્યારેય દુઃખી નથી થવાનો
તાકાત હોય તો આવે સામે
મને દુઃખી કરી બતાવે
લુચ્ચાઅોને જીતાડવામાં હોય તુ રાજી
તો હું હારીને પણ જીતવાનો
તાકાત હોય તો આવે સામે
મને હરાવીને બતાવે
અત્યાચારીને બચાવવામાં હોય તુ રાજી
તો હું અત્યાચાર સહન નથી કરવાનો
તાકાત હોય તો આવે સામે
મને પિંજરે પુરાવીને બતાવે
જુઠ્ઠાઓની સફળતામાં હોય તુ રાજી
તો લે હું ક્યારેય જુઠ્ઠુ નથી બોલવાનો
તાકાત હોય તો આવે સામે
મારી જીભ કતરીને બતાવે
ચાપલુસીયાઓની તરક્કીમાં હોય તુ રાજી
તો લે હું તારી ખુશામત નથી કરવાનો
તાકાત હોય તો આવ મારી સામે
મારી ચાપલુસી કરીને તું બતાવે
ભક્તોને છેતરવામાં હોય તું રાજી
તો હું તારા અસ્તિત્વને પડકારવાનો
તાકાત હોય તો ભગવાન આવે સામે
મને એના હોવાનો ચમત્કાર બતાવે

જોરદાર ભાઈ
જવાબ આપોકાઢી નાખો👌👌👌👌👌👌
જવાબ આપોકાઢી નાખોBahuu sarss
જવાબ આપોકાઢી નાખો