ન જમીન હતી
ન ખાતર મળ્યું
પાણી તો જોયું નથી
છતાં
હું રણમાં ખિલેલું ફૂલ
હવે મેદાનમાં છું
તારા જતન કરીને ઉછરેલા
માવજત કરી ને કેળવેલા
ખૂબસૂરત ફૂલોની વચ્ચે ...
હવે તો તને મારી ખૂબસુરતીની ઈર્ષ્યા આવે છે
મારા રણમાં ઉછેર ને તું વિશેષ ગણાવે છે
મને મળેલા રણને તું તારા બગીચાથી સારો ગણાવે છે
હવે હું જોરથી કહીશ
લે ફટ તારા બગીચા ને
તારા ફૂલો ને
સમાનતાની વાતો કરી
છતાં હું તો તારા માટે રણનું ફૂલ
મેં સહન કાર્યો તાપ
વેઠી છે ભૂખ
છતાંય મારવાના વાંકે જીવ્યો
હિમંત રાખી ટક્યો
જ્યાં તને પડકાર ફેંક્યો તો
હવે તને આ રણના ફૂલની પણ બીક લાગી
હવે તો તારા બગીચાના ફૂલો સાથે રહેવું નથી
હવે તો મારે કઈ સહેવું નથી
તું ભલે મને કાંટામાં ખપાવી દે
મારા હક ને તું ઉડાવી દે
હું તો રણમાં રહી ને ખીલીશ
તારા ફૂલોની સામે પડીશ
હું મારી સુગંધથી દુનિયા મહેકાવીશ..
समाजे आपणने नही,आपणे समाजने....!!
જવાબ આપોકાઢી નાખોनवि सोच,नवो विचार,खुब सरस
सत्य एजछे के बीजानी लीटी गमेतेवडी होय,काम एवु करो के तमारी लीटी आपोआप मोटी बने,सरस प्रयत्न ।
वाह भाई जी।
જવાબ આપોકાઢી નાખોवाह भाई जी।
જવાબ આપોકાઢી નાખો