શનિવાર, 13 ઑગસ્ટ, 2016

તાકાત હોય તો ભગવાન આવે સામે મને એના હોવાનો ચમત્કાર બતાવે




દુઃખો આપવામાં જો હોય તુ રાજી
તો હું ક્યારેય દુઃખી નથી થવાનો
તાકાત હોય તો આવે સામે
મને દુઃખી કરી બતાવે

લુચ્ચાઅોને જીતાડવામાં હોય તુ રાજી
તો હું હારીને પણ જીતવાનો
તાકાત હોય તો આવે સામે
મને હરાવીને બતાવે

અત્યાચારીને બચાવવામાં હોય તુ રાજી
તો હું અત્યાચાર સહન નથી કરવાનો
તાકાત હોય તો આવે સામે
મને પિંજરે પુરાવીને બતાવે

જુઠ્ઠાઓની સફળતામાં હોય તુ રાજી
તો લે હું ક્યારેય જુઠ્ઠુ નથી બોલવાનો
તાકાત હોય તો આવે સામે
મારી જીભ કતરીને બતાવે

ચાપલુસીયાઓની તરક્કીમાં હોય તુ રાજી
તો લે હું તારી ખુશામત નથી કરવાનો
તાકાત હોય તો આવ મારી સામે
મારી ચાપલુસી કરીને તું બતાવે

ભક્તોને છેતરવામાં હોય તું રાજી
તો હું તારા અસ્તિત્વને પડકારવાનો
તાકાત હોય તો ભગવાન આવે સામે
મને એના હોવાનો ચમત્કાર બતાવે

ગુરુવાર, 11 ઑગસ્ટ, 2016

ઉપાડે જો કલમ તો ફરી સંવિધાન લખી નાંખ




હક્કની ભીખ નહીં પણ અધિકારનો ઊંચેથી સાદ નાંખ
હવે તમારા જુલમ નહીં સહું અેવું તો અેક ઝાટકે બોલી નાંખ

માથે ઉપાડેલા મેલાના ટોપલાને હવે આઘો રાખ
હવે તો તને કોઇ આવીને ટોકે તો ડાચું તોડી નાંખ

આંખો નમાવવાને બદલે શર્ટનો કોલર ઊંચો રાખ
અવાજમાં નરમાશ નહીં, ખોટી વાતોની ઝાટકણી કાઢ

ઉપાડે જો કલમ તો ફરી સંવિધાન લખી નાંખ
ઉપાડે જો કોઇ હાથ તો અેનો હાથ તોડી નાંખ







સોમવાર, 8 ઑગસ્ટ, 2016

પછાડેથી પુંછડૂં કાઢવા માથા વઢાવ્યાં તોય તમે ક્યાં દુભાયાં

પછાડેથી પુંછડૂં કાઢવા માથા વઢાવ્યાં તોય તમે ક્યાં દુભાયાં
ભણવા માટે અંગૂઠા કપાવ્યા તોય અમે તો મુરખ ગણાયાં

બોલવા માટે ખોખરો કર્યો તોય જીભ કાપી અમને બોબડાં કરાયાં
તારા ભગવાનનો પાઠ સાંભળ્યો તો અમારા કાનમાં સીસા રેડાયાં

હવે તો બેઠા થયાં, બોલતા અને સાંભળતા થયા તોય તમે અભળાયાં
વડવાના તો હજાર ભવ ગયા, આખો જનમારો વિત્યો તોય તમે ન હમજાયાં

દુરથી આવ્યો ફરી અેક વાર ઉના, ઉનાનો નાદ છતાં કોઇને ન સંભળાયો
અલ્યા વ્યથા નથી આ નવી અમારી પણ અચાનક ફરી જુઓ આ અભળાયાં




રવિવાર, 7 ઑગસ્ટ, 2016

अगर हर औरत सीता हो, हर पल उसकी अग्निपरीक्षा हो, तो किस काम की आजादी

अगर हर औरत सीता हो, 
हर पल उसकी अग्निपरीक्षा हो, 
तो किस काम की आजादी

अगर हर घर में बेटे हो,
हर पल बेटीआ जलानी हो
तो किस काम की आजादी

अगर दलील करना आता हो
हर पल बोलने पर पांबदी हो
तो किस काम कि आजादी

अगर प्रेम करना आता हो 
हर पल दीलो पे पहरा हो 
तो किस काम की आजादी

अगर आप अौर में ईसान हो
हर पल इन्सानीयत शर्मसार हो
तो किस काम की आजादी

अगर मेरा देश मुजे प्यारा हो
हर पल मुजे जताता पडतां हो
तो किस काम की आजादी

अगर आप अौर हम भी इन्सान हो
हर पल मुजे तो इन्सान में गीना न जाता हो
तो किस काम की आजादी


રવિવાર, 31 જુલાઈ, 2016

જો ભગવાન હોત તો દર વખતે તારો જ અંગૂઠો કપાયો ન હોત




જો ભગવાન હોત તો તુ આ રીતે વર્ષોથી સડ્યો ન હોત
જો ભગવાન હોત તો તુ તારા હક માટે લડ્યો ન હોત

જો ભગવાન હોત તો તને પણ આખરે માણસ ગણ્યો હોત
જો ભગવાન હોત તો તુ અેના ડરથી ભયભીત યઇ રડ્યો ન હોત

જો ભગવાન હોત તો તુ પાપ - પુણ્યની લપમાં પડ્યો ન હોત
જો ભગવાન હોત તો તુ દર વખતે કૂતરાની જેમ મર્યો ન હોત

જો ભગવાન હોત તો દર વખતે તારો જ અંગૂઠો કપાયો ન હોત
જો ભગવાન હોત તો દર વખતે તને રાક્ષસમાં ખપાવાયો ન હોત

મર્યા પછી પુર્નજન્મમાં ઢોર થવાના ડરથી નીકળીએ, હવે તો આપણે બધા સાથે મળીને આ જન્મે જ ઢોર થઇએ

અરે આવો રે આવો, એક નવો પ્રયાસ કરીએ..

હવે માણસોને માણસ નહીં પણ હવે તો ઢોરોને માણસ ગણીએ
સવારે ઉઠો ને આપણે સૌ સાથે ચરવા જઇએ
જોઇએ તો ખરા ગૌચર ખૂટે તો પ્લાસ્ટીકની થેલી ખઇએ

અરે આવો રે આવો, એક નવો પ્રયાસ કરીએ..

આમ પણ ભણ્યા એટલે ભલૂ થયું હવે ઢોરોને ભણાવીએ
સૌથી શાણો માણસ એટલે હવે ભણાવીને ઢોરને શાણા કરીએ
જીવ જાય તો વાંધો નહીં, મર્યા પછી કોઇ ખાય તો વાંધો નહીં
હવે તો ઢોરોની જગા દઇએ તેમની પણ અંત્યેષ્ઠી કરીએ

અરે આવો રે આવો, એક નવો પ્રયાસ કરીએ..

માણસને ઢોર અને ઢોરને માતા-પિતા ગણીએ
ખાય તે ચાર અે ખઇએ, ને માણસને બે ટક રળવા ફાફાં મારવા દઇએ
કંટાળો આવે તો માણસને ઢોરવાડે પૂરીએ, ઢોરોને ઘરડા ઘરમાં મોકલીએ

આવો રે આવો એક નવો પ્રયાસ કરીએ..

મર્યા પછી પુર્નજન્મમાં ઢોર થવાના ડરથી નીકળીએ,
હવે તો આપણે બધા સાથે મળીને આ જન્મે જ ઢોર થઇએ

 આવો રે આવો એક નવો પ્રયાસ કરીએ...

શુક્રવાર, 29 જુલાઈ, 2016

એક છોટી સી લવ સ્ટોરી જો અેક સવાલ સે ખતમ હુઈ



પહેલી બાર મીલે થે તબ..
તો ઉસને મુજે દેખકર પ્યાર કી કસમ ખાઇ થી
પહેલે પુછા નામ,
ફીર પુછા કામ,
અૌર મેરી સેલેરી પે વો ભી ઇતરાઇ થી
ફીર મુલાકાતે બઢતી ગઇ,
દુરીયા ઘટતી ગઇ,
અેક દિન વો ખુશ હોકર ફીર મીલને આઇ થી
લંબી સાસે ભરી
ફીર વો ધીરે સે બોલી,
પાપાને કહા કે, વો હે રાજી
અબ જલદી સે કર લો શાદી
બસ અેક બાત પુછી હૈ.
સેલેરી તો અચ્છી હૈ,
લેકિન લડકા કિસ જાત કા હૈ
એક છોટી સી લવ સ્ટોરી જો અેક સવાલ સે ખતમ હુઈ
બસ ઉસે ઇતના બતા દિયા કે યાર મેં ઇન્સાન હું
નહીં ચલેગા......

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...