વ્યથા ક્યાં દેખાય છે તમને મારી
મો ખોલવાની
લે બોલવાની
હવે મને તક આપી
એ પહેલા તો
જીભ તો તે કાપી લીધી
ચીસો, બુમ બરાડા, ગાળો
હવે એ સિવાય પણ
કંઈક
ગીત, કવિતા કે મંત્ર
લે મને પણ
શ્રોતા બનવાની
સાંભળવાની તક તો આપી
પણ આ શું
કંઈક કાને સંભળાતું નથી
મારા કાનમાં શીશું તે રેડી દીધું
મહેનત કરી
હાથની સાથે રેખાઓ ઘસી
તે કહ્યું તારા હાથમાં
તારું નસીબ
પણ એ પહેલા
લે હાથ વાઢી લીધા
હવે આંખ ખુલી
તારો ખેલ જોયો
તું આંખ ફોડીશ
પણ હવે જાગ્યો છુ
જીભ, હાથ, કાન ગુમાવ્યા પછી
ભાનમાં આવ્યો છું
એટલું શીખ્યો છુ
બંદુકથી છાતી છેદીશ
તલવારથી હાથ કાપીસ
પણ હું મારવાનો નથી
કેમ કે
હું વિચાર છુ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો