રવિવાર, 30 ઑક્ટોબર, 2016

લાગે છે હવે એવું જીગર । લાગી લાગણી એવી કે જિંદગીની દરેક ક્ષણ । તારી સાથે જીવવાની ઇચ્છા થાય । તું કહે તો દરેક રાત ને દિવાળી । મને મનાવવાની ઈચ્છા થાય । તું કહે તો દરેક દિવસને નવું વરસ । મને ઉજવવાની ઇચ્છા થાય

તને રોજ દિલથી મળવાની ઈચ્છા થાય
દિલ ખોલીને કહી કહેવાની ઈચ્છા થાય
તારા દુઃખોને ઉછીના લેવાની ઈચ્છા થાય
તું બોલે નહિ છતાંય
તને સમજવાની ઈચ્છા થાય
વાતો વાગોળીને ફરી
તને કઈ કહેવાની ઈચ્છા થાય
તને સાંભળ્યા કરું ને
જન્મારો વિતાવવાની ઇચ્છા થાય
હર રાત તારી માટે દિવાળી
રોજ ફટાકડા ફોડવાની ઇચ્છા થાય
કપડાં પહેરું નવા પણ
માત્ર તને દેખાડવાની ઇચ્છા થાય
તારા ચહેરા પર સ્મિત માટે
તારી દરેક વાત પર હસવાની ઇચ્છા થાય
લાગે છે હવે એવું જીગર
લાગી લાગણી એવી કે
જિંદગીની દરેક ક્ષણ
તારી સાથે જીવવાની ઇચ્છા થાય
તું કહે તો દરેક રાત ને દિવાળી
મને મનાવવાની ઈચ્છા થાય
તું કહે તો દરેક દિવસને નવું વરસ
મને ઉજવવાની ઇચ્છા થાય

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...