દિલ અને દિમાગમાં ફેર છે જેટલો
પ્રેમ અને વેપારમાં ફેર છે એટલો
ગરીબીમાં થોડામાં થોડાનો સંતોષ છે જેટલો
અમીરીમાં વધુમાં વધુનો અભરખો છે એટલો
સાદગીના દેખાડાનો વકરો છે જેટલો
ઝાકમજોળ સતાડવો ડર છે એટલો
ભક્તિનો મારગ કંટાળો છે જેટલો
શક્તિ મળ્યા પછી દેખાડાનો ચસ્કો છે એટલો
એટલે કહું જીવનમાં મોજનો ભાગ છે જેટલો
મોત આવે ત્યારે મરવાનો મલાજો છે એટલો

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો