મંગળવાર, 11 ઑક્ટોબર, 2016

હું જ રાવણ ને હું જ રામ l મને મંદોદરી ગમતી નથી l બીજાની સીતાને ઉપાડવાની l ઈચ્છા મારી સમતી નથી




હું જ રાવણ ને હું જ રામ
મને મંદોદરી ગમતી નથી
બીજાની સીતાને ઉપાડવાની
ઈચ્છા મારી સમતી નથી
મને આઝાદ થઈ ને ઊડતી
સુર્ણપંખાનું નાક કાપવું ગમે છે
મને આજેય
ઘરે મોડી આવતી
મોબાઇલ પર ચેટ કરતી
સીતાની અગ્નિ પરીક્ષા લેવાની ઈચ્છા થાય છે
કોઈના કહેવાથી આજેય
સીતાનું કેરેક્ટર નક્કી કરું છું
હું આજેય શંકા થાય તો
લવ ને કુશના ડીએનએ ટેસ્ટ કરાવું છું
મને લંકા સોનાની કરવી ગમે છે
કોઈની સોનાની લંકા બાળનારને હું લડતો નથી
હું પ્રેમની યાદ રૂપે સીતાને અંગૂઠી મોકલું છુ
હું બેય અવતાર હતો
ક્યારેક રામ તો ક્યારેક રાવણ હતો
મારા દેહને સળગતો જોઈને
આજેય મને ખુશી થાય છે
કેમ કે હું મારતો નથી
હું હજુય કોઈના હર્દયમાં રામ બનીને
તો કોઈના મનમાં રાવણ બની બેઠો છુ
બસ સદીઓથી સળગે છે સીતા
પણ ક્યાં કોઈનેય દેખાય છે
હવે ફરી વાર રામ-રાવણનો ખેલ ખેલાવો છે
હવે ફરી રાવણ-રામ થઈ અવતરવું છે
મારી ભૂલો યાદ કરી ને
હવે તો મારે સીતાના હાથે બળવું છે....




3 ટિપ્પણીઓ:

  1. वाह,जीग्नेश,
    हुंज रावण ने हुंज राम...
    खुब सरस ,चोटदार अने घारदार वरवी वास्तविकता रजु करी,वाह
    "सदीओथी सळगेछे सीता" स्पष्ट मानसीता फक्त एक वाक्यमां लखी अने छेल्ले
    "सीताना हाथे बळवु छे"...!
    वेदकाळथी स्त्री उपर मोहीत थतो मनुष्य एज स्त्रीनी छेडती/एसीड एटेक के बलात्कार करी फरी पाछो कोई परस्त्री ने पामवानो मोह छोडी सकतो नथी अने जीवनभर तेने अपमानीत करी पोते पुर्णपुरूसोत्तम "पुरूष" होवानो अहेसास लईने जीव्या करेछे,
    जन्म्या करेछे...!!

    જવાબ આપોકાઢી નાખો

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...