ગુરુવાર, 3 નવેમ્બર, 2011

બોલો !!!!!! ભ્રષ્ટાચારીઓએ ગાંધીને પણ ન છોડ્યા....

ગાંધીના સત્યાગ્રહ આશ્રમની ૧૦૪ એકર જમીનમાંથી ૧૫થી વધુ એકર જમીન ગાયબ !


                 સત્ય અને અહિંસા વડે દુનિયા આખીને પોતાનો ચમત્કાર બતાવનાર મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીએ રાજયના ચેરિટી કમિશનરના રેકર્ડ પ્રમાણે ૨૧ ડિસેમ્બર ૧૯૩૯ના ટ્રાન્સફર દસ્તાવેજમાં તેમની સહી સાથે લખ્યું છે કે, આશ્રમની મિલકતો મગનલાલ ખુશાલચંદ ગાંધીએ ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૬ના રોજ ખરીદી હતી. આ મિલકતો સાબરમતી ટ્રસ્ટના નામે દર્શાવેલી હતી. આજે આ જમીનોની કિંમત અબજો રૂપિયાની થાય છે. ત્યારે આજના મહેસૂલી રેકર્ડમાં તપાસ કરીએ તો મૂળ ગાંધી સાબરમતી સત્યાગ્રહ આશ્રમ સાથે અન્ય નવી બનેલી અને જૂની સંસ્થાઓ પાસે મોેજે વાડજમાં માત્ર ૩,૪૬,૩૧૪ ચો.મીટર જમીનો જ છે. સમય જતાંની સાથે ૭૪,૫૫૮ ચો.મી જગ્યા ક્યાં ગઇ તેનો તાળો મળતો નથી. ત્યારે સાબરમતી સત્યાગ્રહ આશ્રમ સહિત તેની સંસ્થાઓના રાજકારણની નજીકથી જાણકારી રાખનારા લોકો કહે છે કે, ગાંધીએ છેવાડાના માનવીની સેવા માટે જિંદગી ઘસી નાંખી તેઓની સેવા માટે બનાવેલી સંસ્થાઓએ ગાંધીએ ખરીદેલી જમીનો પોતાના લાગતા વળગતાને ભાડ્ડા પટ્ટે, બક્ષિસ પેટે અને જરૂર પડે તો વેચી પણ ખરી. ૧૯૬૦ના નવનિર્માણ આંદોલનને વખતે વાડ જ ચોરો સળગી ગયો તેમાં મોટા ભાગના મહેસૂલી રેકર્ડ પણ સળગી ગયા પણ આ જ વાત ઘણા માટે આશીર્વાદ સમાન સાબિત થઇ અને તેમાં ગાંધીની ૧૦૪થી વધુ એકરમાંથી ૧૫થી વધુ એકર જમીન ગાયબ થઇ ગઇ છે. જેનો તાળો હાલમાં પણ મળતો ન હોવાની ચર્ચા છે.
ગાંધીએ સ્થાપેલા સાબરમતી સત્યાગ્રહ આશ્રમનું નામ બદલીને સાબરમતી.હ.આશ્રમ ટ્રસ્ટ કરાયું. બાદમાં અસ્તિત્વમાં આવેલી સંસ્થાઓ પાસે કેટલી કાગળ પરની જમીનો છે તેનો તાળો મેળવવાનો અમે પ્રયાસ કર્યો જેમાં ગાંધીએ સ્થાપેલા મૂળ સાબરમતી સત્યાગ્રહ આશ્રમ બાદ અસ્તિત્વમાં આવેલી સંસ્થાઓએ મૂળ ગાંધીએ સ્થાપેલા સાબરમતી સત્યાગ્રહ આશ્રમની જમીનો સમય જતાં- જતાં મૂળ હરિજન સેવક સંઘ, સાબરમતી ગૌશાળા અને સાબરમતી આશ્રમ પ્રીઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટને નામે કરાઇ. જેમાં કઇ સંસ્થા પાસે કેટલી જમીનો તે મહેસૂલના રેકર્ડ પરથી શોધ્યું, તેમાં સાબરમતી આશ્રમ પ્રીઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટના નામે મોજે વાડજમાં સર્વે નંબર ૫૬૧/૨માં બિનખેતીની ૮૪૦૮ ચો.મી, સર્વે નંબર ૫૬૨ટ્ઠમાં ૧૨,૫૪૪ ચો.મીટર મળીને કુલ ૨,૦૯,૫૨ ચો.મી જમીન છે. સાતબારના ઉતારા પ્રમાણે હરિજન આશ્રમના નામે મોજે વાડજના સર્વે નંબર/બ્લોક નંબર ૫૧૨પૈકી૧, ૫૧૩, ૫૨૩/ડી/૨,૫૨૩ ક, ૫૨૩/ડી/૧, ૫૨૪, ૫૨૫/૧/બી, ૫૨૫/એ૧, ૫૨૬એ, ૫૨૭એ૧ અને ૫૫૯ પૈકી૧ મળીને કુલ ૮,૪૪,૬૪ ચો.મીટર જમીનો છે અને સાબરમતી આશ્રમ ગૌશાળા પાસે સર્વે નંબર ૪૫૪, ૫૧૯, ૫૨૦, ૫૨૧/૧, ૫૨૧/૨, ૫૨૨/૧, ૫૨૨/૩/૧, ૫૩૦/૧, ૫૩૦/૩, ૫૩૦/૪, ૫૩૨, ૫૩૩, ૫૫૭, ૫૫૮, ૫૫૯ પૈકી ૨, ૫૬૦ અને ૫૬૧/૧ કુલ મળીને ૨૫-૮૯-૨૮ ચો.મી જમીનો છે.
 હાલના મહેસૂલી રેકર્ડ અને ભૂતકાળોના દસ્તાવેજો તપાસતાની સાથે સત્યાગ્રહ આશ્રમની મૂળ જમીનો જે આશયથી ગાંધીજીએ લીધી હતી, તેમાંના મોટા ભાગના કાર્યક્રમો આટોપી લેવાયા છે, તો અન્ય કેટલી જમીનો પર ગેરકાયદેસર દબાણો પણ થયાં છે. ગાંધીએ સાબરમતી સત્યાગ્રહ આશ્રમના વિવિધ દસ્તાવેજો જેમાં ગાંધીએ બિરલાને લખેલા એક પત્રમાં ૧૦૦ એકર જમીનનો ઉલ્લેખ છે જયારે અન્ય પુસ્તકોમાં ૧૦૪થી લઇને ૧૦૭ એકર જમીનોના ઉલ્લેખ છે. ગાંધીએ સ્થાપેલા સાબરમતી આશ્રમના નામે ખરીદાયેલી જમીનોને આશરે છેલ્લાં ૮૧ વર્ષ જેટલા સમયમાં ૧૫ એકર જેટલી જમીનોનો તાળો મળતો નથી. સાબરમતી હ.આશ્રમ ટ્રસ્ટે ૧,૭૨,૨૫૯ ચો.વાર જમીન વેચી. ત્યાર બાદ સાબરમતી ગૌશાળાએ હજારો ચો.મીટર જમીન એન.ડી.ડી.બી બોર્ડને ભાડાપટ્ટે આપી હોવાની ચર્ચા છે પણ તેની સાતબારમાં એન્ટ્રી થઇ નથી.
ગાંધીએ સ્થાપેલા સાબરમતી સત્યાગ્રહ આશ્રમ પાસે કુલ ૧૦૪ એકરથી વધુ જમીનો હતી, જેનું ક્ષેત્રફળ આશરે ૪,૨૦,૮૭૨ ચો.મી થાય. જેમાં હાલમાં ત્રણ સંસ્થાઓ પાસે માત્ર ૩,૪૬,૩૧૪ ચો.મી જગ્યાની ઉપલબ્ધ છે. જેમાં સમય જતાંની સાથે ૭૪,૫૫૮ ચો.મી જગ્યા ક્યાં ગઇ તેનો તાળો મળતો નથી, તે ચર્ચાએ જોર પકડ્યું છે.


ગાંધીના નિર્વાણનાં ૨૧ વર્ષ બાદ જ ૧,૭૨,૨૫૯ ચો.વાર જમીનો વેચાઇ ગઇ !


૧૯૫૦ સત્યના પર્યાય સમા ગાંધીએ વિદાય લીધી પણ ગાંધીની વિદાયનાં ૨૧ વર્ષ જેટલો સમય વિત્યા બાદ સાબરમતી હ.આશ્રમ ટ્રસ્ટની કથિત રીતે હાલત ર્આિથક રીતે એવી કફોડી બની કે તેઓએ મોજે રાણીપમાં આવેલા ત્રણ જુદા-જુદા સર્વે નંબરોવાળી જમીનો વેચવા કાઢી. વર્ષ ૧૯૭૧માં રાણીપમાં આવેલી સર્વે નં-૩૬૧, ૩૬૨, અને ૩૬૬ વાળી જમીનોને ત્રણ ભાગમાં વહેંચીને ચેરિટી કમિશનરમાં જમીનોના પ્લોટ પાડીને વેચવાની મંજૂરી માંગવામાં આવી. જેમાં ચેરિટી કમિશનરે વેચાણ માટે થોડી શરતો મૂકીને વેચાણની પરમિશન આપી, જેમાં જમીનોને ત્રણ ઝોનમાં વહેંચાઇ, જેમાં એ ઝોનમાં ૨૯૧૬૧ ચો.વાર જમીન રૂ.૧૦ના ભાવે, બી ઝોનમાં જમીન ૭૧૫૪૯ ચો.વાર રૂ.૧૦ના ભાવે અને સી ઝોનમાં જમીન ૭૧૫૪૯ રૂ.૫ના ભાવે વેચવાનો હુકમ થયો. સૂત્રો કહે છે કે, બાદમાં જમીનો રેસિડેન્સિયલ સોસાયટી બાંધવા માટે વેચવામાં આવી પણ જેમ - જેમ મેનેજિંગ ટ્રસ્ટીઓ બદલાયા તેમ-તેમ આ જમીનોને લઇને વિવાદો યથાવત્ રહ્યા અને હાલમાં પણ આ વિવાદોને લઇને વિવિધ કોર્ટોમાં પ્રકરણો વિચારાધીન છે, પણ આ જમીનોનો કબજેદાર તરીકે જે તે સમયમાં ખરીદનારાઓ જ છે તેવું સૂત્રો જણાવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...