ગાંધીની જમીનો છ મહિનામાં વેચવાની હતી, પણ દસ્તાવેજો પાંચથી લઇને સાત વર્ષ પછી થયા
છ મહિનામાં જમીનો વેચવાની હતી પણ દસ્તાવેજો પાંચથી લઇને સાત વર્ષ પછી થયા
ગાંધી નિર્વાણનાં ૨૩ વર્ષમાં જ સાબરમતી આશ્રમ ટ્રસ્ટની કથિત રીતે આર્થિક હાલત એવી કફોડી બની કે, ટ્રસ્ટીઓએ મોજે રાણીપ સ્થિત ત્રણ જુદા જુદા સર્વે નંબરોવાળી જમીનો વેચવા કાઢી. ચેરિટી કમિશનરના ૭- ૭- ૭૧ના હુકમ પ્રમાણે ૧૯૭૧માં રાણીપમાં આવેલી સર્વે નં- ૩૬૧, ૩૬૨ અને ૩૬૬વાળી જમીનોને ત્રણ ભાગમાં વહેંચી ચેરિટી કમિશનરમાં જમીનોના પ્લોટ પાડીને વેચવાની મંજૂરીનો હુકમ કરાયો. અલબત્ત, ચેરિટી કમિશનરે વેચાણ માટે શરતો લાદી. જે જમીનો ત્રણ ઝોનમાં વહેંચાઇ, તેમાં ‘એ’ ઝોનમાં ૨૯૧૬૧ ચો. વાર જમીન રૂ.૧૦ના ભાવે, ‘બી’ ઝોનમાં ૭૧૫૪૯ ચો. વાર જમીન રૂ.૧૦ના ભાવે અને ‘સી’ ઝોનમાં ૭૧૫૪૯ ચો.વાર જમીન રૂ.૫ના ભાવે વેચવા હુકમ થયો. પ્લોટ પાડી જમીનો વેચીને જે નાણાં ઊપજે તે માન્ય કરેલી સહકારી બેંક અથવા શિડ્યુલ બેંકમાં જમા કરાવવા અને તેનો ઉપયોગ ચેરિટી કમિશનરની પરવાનગી લીધા સિવાય કરવો નહીં તેવો ઉલ્લેખ કર્યો ઉપરાંત આ હુકમ છ મહિના અમલમાં રહેશે તેવું લેખિતમાં જણાવવામાં આવ્યુંંુ હતું એટલે કે, જયારે પ્લોટ વેચાવાની પરમિશન મળી તેના છ મહિનામાં પ્લોટ વેચવાના હતા પણ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટે કરેલા ખુલાસામાં જ તેમણે ઘટસ્ફોટ કર્યો છે કે, રાણીપ ખાતેના ત્રણ સર્વે નંબરોના જમીન વેચાણ દસ્તાવેજો વર્ષ ૧૯૭૬થી વર્ષ ૧૯૭૮-૭૯માં થયેલા છે એટલે કે, ચેરિટી કમિશનરના હુક્મની મુદત પૂરી થયા બાદ જ જમીનોના વેચાણ દસ્તાવેજો થયા તેવો સ્વીકાર સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ સ્વીકાર કરે છે.
આનંદી પટેલના જમાઇ રહે તે સોસાયટીના દસ્તાવેજો પણ ૧૯૭૬માં થયા
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટના મેનેજર અજિત જાદવે ખુદ લેખિત ખુલાસામાં એવો દાવો કર્યો છે કે, જે સોસાયટીમાં મહેસૂલ મંત્રી આનંદી પટેલના જમાઇ અને હાલના સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટી જયેશ પટેલ જે સમાધાન સોસાયટીમાં રહે છે તે સોસાયટીને પણ ૧૯૭૬ના અરસામાં નિયમને અધિન જમીન વેચાણ દસ્તાવેજથી આપવામાં આવેલ છે ઉલ્લેખનીય છે કે, ચેરિટી કમિશનરે ૭-૭-૭૧ના રોજ હુકમ કરીને જમીન વેચાણ કરવાનો હુક્મ કર્યો હતો જેમાં શરત હતી કે આ હુકમ છ મહિનામાં અમલમાં મુકવાનો રહેશે એટલે કે ૭-૧-૭૧ સુધીમાં જમીનો વેચાણ દસ્તાવેજો થઇ જવા જોઇએ પણ આનંદી પટેલના જમાઇ જે સોસાયટીમાં રહે છે તે સોસાયટીના દસ્તાવેજો પણ ૧૯૭૬માં એટલે પાંચ વર્ષ પછી થયા તેવો ખુદ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ સ્વીકારે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો