ગુરુવાર, 3 નવેમ્બર, 2011

ગાંધીની રાણીપની જમીન પર બંધાયેલી ૨૯ સોસાયટીઓને લઇને વિવાદ !

ગાંધીની રાણીપની જમીન પર બંધાયેલી ૨૯ સોસાયટીઓને લઇને વિવાદ !

જમીનોના દસ્તાવેજો થયા પણ અન્ટ્રી પ્રમાણિત કેમ નથી થતી તેનો કોઇ જવાબ નહીં
સાબરમતી હરિજન આશ્રમના ટ્રસ્ટીઓએ રાણીપ વિસ્તારની ગાંધીની જમીનો પ્લોટ પાડીને વેચી નાંખી તે વાસ્તવિકતા છે પણ તે જમીન પર કોઇ ગેરકાયદે સોસાયટીઓ બંધાઇ નથી તેવો ખુલાસો કરનાર સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટના મેનેજર અજિત જાદવે સ્વીકાર કરતા જણાવ્યું કે, જમીનો સર્વાનુમને સંસ્થા દ્વારા ઠરાવો કરીને ચેરીટી કમિશનર તથા સરકારના વિવિધ વિભાગોની નિયમાનુસારની મંજૂરી મેળવીને પાકા જમીન દસ્તાવેજો કરીને ૨૯ સોસાયટીઓને સરકારે નક્કી કરેલા નિયમને આધીન જે કિંમતોએ તે વખતે વેચવામાં આવેલ છે. પૈકીની કોઇ સોસાયટી ગેરકાયદે નથી પણ આ સોસાયટીઓ કાયદેસર છે તો તેના નામો છેલ્લાં ૨૦થી લઇને ૩૦ વર્ષના સમયમાં સોસાયટીના નામો કમને ચડ્યા અને આજની તારીખે પણ રેવન્યુ રેકર્ડના સાતબારના ઉતારામાં તો પ્રથમ હક્કદાર તરીકે તો હરિજન આશ્રમના ટ્રસ્ટીઓના જ નામ બોલે છે તેવું પૂછતાં તેઓએ સ્વીકાર કર્યો હતો કે ,જે તે વખતમાં કોઇ ક્ષતિ રહી ગઇ છે જેના કારણે આ સોસાયટીઓના નામો સાતબારના ઉતારામાં આવી શક્યા નથી. આમ તેઓએ ગાંધીની રાણીપ વિસ્તારમાં ગાંધીની જમીનો પર બનેલી ૨૯ જેટલી સોસાયટીઓને લઇને વિવાદ યથાવત હોવાનો સ્વીકાર પણ કર્યો હતો.
 સાબરમતી હરિજન આશ્રમના ટ્રસ્ટીઓએ વર્ષ ૧૯૭૧માં રાણીપ વિસ્તારની ૧,૭૨,૨૫૯ ચો. વાર જમીનો વેચી નાંખઈ હતી જેમાં આજદીન સુધી આ ગાંધીની જમીન પર ૨૯ જેટલી સોસાયટીઓ બંધાઇ ગઇ જેના દસ્તાવેજો પણ થયા પણ આ દસ્તાવેજોના આધારે છેલ્લા ૩૦ વર્ષથી રેવન્યુ રેકર્ડમાં એક માત્ર સોસાયટીનું નામ દાખલ થયું છે બાકી કોઇ સોસાયટીના નામો પ્રથમ હક્કમાં દાખલ થયા નથી. ઉલ્લેખનીય છેે કે, ગાંધીજીની જમીનો વેચી મારવાના સમાચાર અને તેમાં ગેરકાયદે સોસાયટીઓના સમાચાર પ્રકાશિત થયા હતા જેને લઇને સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટે ૨૯ સોસાયટીઓ વિવાદમાં હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...