સોમવાર, 12 ડિસેમ્બર, 2011

કાતિલ તબીબોને લીલા લહેર અને ગરીબના ઘરે કાળો કહેર


ત્રણ ના મોતનું રાજકારણ ઃ કાતિલ તબીબોને લીલા લહેર અને ગરીબના ઘરે કાળો કહેર


હસમુખે મરતાં પહેલાં સુસાઇડ નોંટમાં લખ્યુ કે, ‘મારી મોત માટે વી.એસના ડોક્ટરો જવાબદાર’

તંત્ર, પોલીસ, રાજકારણી અને રુપિયાના જોરે તબીબો બનેલાઓનું ષંડયત્ર

 શહેરના જુનાવાડજ વિસ્તારનો સ્લમ વિસ્તાર જે રામદેવપીર ટેકરાના નામે ઓળખાય છે. કાગળ વીણીને કે પછી મજુરી કરીને પેટીયું રળતાં શ્રમજીવી પરિવારોનું સ્વર્ગ. સ્લમ વિસ્તારમાં એક મહત્વકાંક્ષી યુવાન જે પોતાના વિસ્તારની નાની-નાની સમસ્યા માટે ક્યારેક કોર્પોરેટર તો ક્યારેક કોર્પોરેશનની ઓફિસના દ્વાર ખખડવતો. ક્યાંક રજુઆત તો ક્યાંક આજીજી પણ પોતાના વિસ્તારની સમસ્યા રજુ કરવામાં પાની ન કરતો. પણ કોઇને ક્યાં ખબર હતી કે, તંત્રની નિંભરતાની વારંવાર રજુઆત કરનાર એ તંત્ર જ એકવાર તેનો પરિવાર ભળખી જશે.
તબીબોની બેદરકારીથી પત્નિ નર્મદા પરમારના મોતના ૨૪ કલાક પહેલા હસમુખ પરમારેેે પોલીસ કમિશ્નરને અરજી કરી હતી તેમાં જણાવ્યા મુજબ ૧૭ આૅક્ટોબરે બપોરે ૧૧.૩૦ વાગે પત્ની નર્મદાને પ્રસૂતિ માટે વી.એસ. હોસ્પિટલમાં દાખલ કરી હતી. બપોરે ૨ વાગે ડાૅક્ટરોએ નર્મદાને તપાસીને સિઝેરિયનથી ડિલિવરી કરાવી હતી. જેમાં નર્મદાને પુત્ર અવતર્યો હતો પણ થોડા સમય બાદ તે મૃત્યુ પામ્યો હતો. નર્મદાની સ્થિતિ ક્રિટિકલ હોઇ તેને સતત વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી પણ વેન્ટિલેટરના રૂપિયા જમા કરાવવા વારંવાર તબીબો દબાણ કરતા હતા, પણ હસમુખ પાસે રૂપિયા ન હોવાથી તે ભરી શક્યો નહિ. બીજી તરફ  તબીબોએ કથિત રીતે વેન્ટિલેટર કાઢી નાંખવાથી નર્મદા મૃત્યુ પામી હતી. તબીબોની બેદરકારીના કારણે પત્ની અને પુત્રને ગુમાવનાર હસમુખ પરમાર પછી ભાંગી પડ્યો. બાદમાં પત્નિના મૃત્યના બીજા દિવસે સવારેેેથી જ પરેશાન હતો. તેણે આજે તેના મિત્રોને ફોન કરી જણાવ્યું કે, મારી પત્નીનું વેન્ટિલેટર કાઢી નાંખીને મોત નીપજાવનાર ડાૅક્ટરોએ મારી સામે ખોટી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના કારણે હવે પોલીસ તેની ધરપકડ કરીને તેને ત્રાસ આપશે તેવો ડર પણ વ્યક્ત કર્યો ેઅને પોતે સાચો છે છતાં પણ હવે સિસ્ટમથી કંટાળી ગયો છે તેથી મરવા જઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું.
સગર્ભા પત્નિનું તબીબી બેદરકારીને કારણે મોત, સીઝીરીયનમાં તબીબોની કથિત બેદરકારીને કારણે નવજાત પુત્રનું મોત બાદમાં બેદરકાર તબીબોના માનસિક ત્રાસ આપતા હસમુખ પરમારે કરેલા આપઘાત. આમ ત્રણ મોત માટે જવાબદાર કોણ તે પ્રશ્ન દરેકના મનમાં ઉઠે છે. ગરીબ દર્દી રુપિયાના અભાવે સરકારી હોસ્પિટલના બિછાને આવીને પોતાનું સર્વસ્વ જયારે ભગવાન કહેવાતા તબીબોને સોંપી દે છે. એ રુપિયાના જોરે બનેલા તબીબો જયારે બેદરકારી દાખવીને દર્દીનું મોત નિપજાવે તો તેમને સજા કેમ નહિ તે પ્રશ્ન આજે દરેક ગરીબના મનમાં ઉઠી રહ્યો છે.
વી.એસ હોસ્પિટલના કર્તા - હર્તાઓએ નર્મદા-હસમુખના મોતને એક નાટક બનાવી દીધું. તબીબોેએ બેદરકારી કરી હતી કે નહિ તેની તપાસ થાય તે પહેલાં તેઓ નિર્દોશ જાહેર કરવાનો પ્લોટ ઘડાઇ ગયો હતો. હસમુખના આપઘાતના એક દિવસ બાદ જ જયારે વાતવરણમાં ગરમાવો હતો ત્યારે રાતે આઠ વાગે વી.એસ હોસ્પિટલના સુપ્રિટેન્ટેડ મકવાણાની કેબિનમાં પોલીસ તપાસ અધિકારી અને અમદાવાદ શહેરના મેયરની ખાસ એક બેઠક યોજાઇ હતી જેમાં સમગ્ર પ્લોટ ઘડાયો તેમાં શું રંધાયું તે જવાદો. પણ ત્યાર બાદ બનેલી ઘટનાઓ જુઓ. ૧. હસમુખના આપઘાત બાદ હસમુખની અંતિમયાત્રામાં આવેલી પોલીસે હસમુખના આપઘાત કેસમાં આત્મહત્યા માટે ઉશ્કેરણીની એફઆઇઆર દાખલ કરવાની વાત આશરે ૫૦૦ માણસની હાજરીમાં કરી હતી, અચાનક એક દિવસ વિત્યો અને પોલીસ એફઆઇઆર માટે હેન્ડરાઇટીંગ એક્સપર્ટના અભિપ્રાયની વાત કરવા લાગી, આમ સામાન્ય રીતે કોઇ પણ શંકાસ્પદ મોત થયા બાદ ચારથી પાંચ દિવસમાં પોસમોર્ટમ રિપોર્ટ આવી જાય પણ આ કેસમાં ૨૦ દિવસ જેટલો સમય વિત્યો પણ પી.એમ રિપોર્ટ ન આવ્યો, આ પ્રકારના શંકાસ્પદ કેસમાં ઝડપથી હેન્ડરાઇટીંગ રિપોર્ટ આવે તે માટે પોલીસે કોઇ પ્રયત્ન ન કર્યા હજુ સુધી હેન્ડરાઇટીંગ એકસપર્ટનો રિપોર્ટ આવ્યો નથી, આમ તો રસ્તે જતાંને પકડીને જેલમાં ધકેલી દેતી પોલીસે હજુ સુધી કોઇ તબીબની અટકાયત પણ કરી નથી, નર્મદા પરિવારની સારવાર કરનાર સાત તબીબોના પોલીસે નિવેદનો લીધા પણ હસમુખને મેણા-ટોણા મારનાર કે તેને વારંવાર વેન્ટીલેટર કાઢી નાંખવાની ધમકી આપનાર તબીબો કોણ તે પણ પોલીસે શોધવાની તસ્દી ન લીધી કે પછી જાણવાની તસ્દી ન લીધી. તો બીજી તરફ વી.એસ હોસ્પિટલના સત્તાવાળાઓએ બનાવેલી તપાસ સમિતીએ હસમુખના પરિવારનો પક્ષ જાણ્યા વગર કે તેમના નિવેદનો લીધા વિના જ તબીબોને ક્લીન ચીટ આપી દીધી. આ તમામ ઘટનાઓ જે રીતે એક પછી એક બની તેણે હસમુખ પરમાર, નર્મદા પરમાર અને એ નવજાત શિશું ત્રણેય મોતને લઇને ખેલાઇ રહેલા રાજકારણની પોલ ખોલી દીધી.
 શું દોષી તબીબોને બચાવવા માટે કઇ-કઇ પ્રયુક્તિઓ અપનાવી કે જેનાથી તેમને બચાવી શકાય શું તેની બ્લુ પ્રિંટ પહેલા જ તૈયાર થઇ ગઇ હતી શું તેના આધારે જ પોલીસ આ પ્રકારે વર્તી રહી છે. શું તબીબોને છાવરવા માટે કોંગ્રેસ અને ભાજપના રાજકારણીઓ એક થઇ ગયા છે. શું ત્રણેય મોત માટે જવાબદાર બેદરકાર તબીબોને ક્યારેય સજા નહિ મળે ... આ બંધા પ્રશ્નો અને જવાબ બસ એક એ ગરીબોની લાચારી..
તંત્ર, પોલીસ, રાજકારણી અને રુપિયાના જોરે તબીબો બનેલાઓએ ભેગા મળીને કરેલા ષંડયંત્રના ભાગરુપે ત્રણ મોત માટે જવાબદાર લોકોને ક્યારેય સજા નહિ મળે તે પ્રશ્ન ઉપસ્થિત થવો જરુરી છે. ત્રણ મોતના માટે જવાબદાર તબીબો આજે પણ એજ સમયે પોતાની ફરજ પર હાજર થાય છે, કોલર ઉંચો કરીને વી.એસમાં ફરે છે અને કદાચ એવું પણ વિચારતા હોય કે, આવા તો કેટલાય ગરીબ નર્મદા અને હસમુખ ગયા અમે તો ત્યાંના ત્યાં જ છીએ...
 હસમુખે મરતાં પહેલાં સુસાઇડ નોંટમાં લખ્યુ કે, ‘મારી મોત માટે વી.એસના ડોક્ટરો જવાબદાર’ . ત્યારે શું હેન્ડરાઇટીંગ એક્સપર્ટના ઓપીનીયનના આધારે જ એફઆઇઆર કરી શકાય શું તેના વગર બીજો કોઇ રસ્તો નથી..આ નિર્માણ કરેલી પરિસ્થિતીના કારણે કાતિલ તબીબોને લીલા લહેર અને ગરીબના ઘરે કાળો કહેર વર્તાઇ રહ્યો છે.



હસમુખની સુસાઇડ નોટ એક પ્રશ્ન અનેક

હસમુખે પોતાની સુસાઇડ નોટમાં મુખ્યમંત્રીને ઉદ્દેશીને ન્યાયની માગ કરી હતી ત્યારે પ્રશ્ન એ આવે કે માધ્યમોના જોરે પ્રસિધ્ધી મેળવનાર પ્રત્યે એક સામાન્ય માનવીનેે કેટલી શ્રધ્ધા હોય છે અને તે વાસ્તવિકતાથી કેટલો અજાણ હોય છે.
સાંજના સમયે જુનાવાડજ ખાતે રહેતા હસમુખ પ્રહલાદભાઇ પરમારે ગાંધીપુલ પરથી નદીમાં પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી. એક દિવસ પહેલાં જ વી.એસ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી હસમુખ પરમારની પત્નિનું તબીબોેએ વેન્ટીલેટર કાઢી નાંખ્યું હોવાનો આક્ષેપ તેણે કર્યો હતો તેને લઇને વી.એસ હોસ્પિટલમાં ભારે હોબાળો પણ મચ્યો હતો તેથી હસમુખ પરમાર સહીત અન્ય પાંચ સામે એલિસબિ્રજ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો. આપઘાતના દિવસે બપોરેના સમયે પિતા પાસે ૨૦ રુપિયા લઇને ઝેરોક્ષ કરાવવા જવુ છું તેવું જણાવીને હસમુખ ઘરેથી નિકળ્યો હતો અને આશરે સાંજે ચાર-સાડા ચાર વાગ્યાના અરસામાં તેણે ગાંધીપુલ પરથી સાબરમતી નદીમાં પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી પોલીસે આત્મહત્યા બાદ કાઢેલી હસમુખના ખિસ્સામાંથી સુસાઇડ નોટ પણ મળી હતી. સુસાઇડના પ્રથમ પાનામાં ગુજરાત રાજયના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લખ્યું છે કે, ‘મારી પત્નિનું વી.એસ હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીના કારણે મોત થયું છે.અને હું પણ આત્મહત્યા કરું છું. અમે પાંચ દિવસ પહેલા પોલીસ ફરિયાદ કરીને મીડિયાને જાણ કરી હોવા છતાં પણ વી.એસ હોસ્પિટલના ડોક્ટરોએ મારી પત્નિને મોતને ઘાટ ઉતારી. પાંચ દિવસ પહેલા જણાવ્યું છતાં આત્મહત્યા કરવાનું કારણ મને ન્યાય ન મળવાથી, ગાયનેક ડોક્ટરો અને રેસીડેન્ટ ડોક્ટરોને જેલ કરવી પણ આમાનું કશું થયું નથી તેથી હું આત્મહત્યા કરું છું. મારી મોત માટે વાડીલાલ સારાભાઇ (વી.એસ) જવાબદાર રહે. સાથે મારી પત્નિને આપવામાં આવેલી મોંઘીદાટ દવાઓ લઇને હું આત્મહત્યા કરું છું. હું અને મારી પત્નિને ન્યાય આપો તેવી નમ્ર અરજ છે.’
સુસાઇડના બીજા પાનાંમાં વી.એસના ડોક્ટરોએ તેની પત્નિને કેવી રીતે મોતને ઘાટ ઉતારી તે વિશે લખ્યું છે કે, મારી અરજી સાથે પોલીથીન એડ કરું છું. મારી વાઇફને મોંઘીદાટ દવાઓ આપવામાં આવી અને મશીન કાઢી નાંખવામાં આવ્યું. હું મશીનના પૈસા ન ભરવાથી ૨૩-૧૧-૨૦૧૧ના રોજ સવારે ૪ કલાકે મશીન કાઢી લીધું હતુ. અને તેને કારણે ૫ વાગે મારી પત્નિનું મોત થયું હતુ. ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયું તેમને સસ્પેંન્ડ કરો. પાંચ વર્ષ માટે જેલમાં રાખો.વી.એસ હોસ્પિટલ જવાબદાર છે.
હસમુખે સુસાઇડ નોટના ના ત્રીજા પાનાંમાં ખાસનોંધ કરી લખ્યું છે કે, આમા મારા ઘરને, માતા-પિતાને કોઇ લેવા-દેવા નથી. તેથી કોઇપણ જાતની તેમની હેરાનગતિ ન કરતાં. મારા પિતાએ મારી પાછળ બહુ મહેનત કરી છે. અને મેં એમને બહું દુઃખી કર્યા છે. જેથી તેમને કોઇ જાતની હેરાનગતિ ન કરતાં. મારા માતા-પિતા ગરીબ હોવાથી સરકાર તેમને ન્યાય આપે..

રવિવાર, 13 નવેમ્બર, 2011

વ્યક્તિગત સ્વતંત્રતા માટે હિપ્પી બનો


જેઓ ભડકીલા કપડા, પહેરીને મેરીઝુઆનાનું સેવન કરીને મ્યુઝીકની રમઝટ બોલાવતાં 


 દિન-પ્રતિદિન સમાજ, ઇજ્જત અને આબરુના નામે કતલ થતા યુગલોને શું તેમના અધિકારો નથી. શું તેમને તેમના મનપસંદ પ્રિય પાત્ર સાથે લગ્ન કરવાની છુટ નથી. આઝાદીના આટલા વર્ષો બાદ પણ જીવનસાથીની પસંદગી માટે મા-બાપ સમાજ નક્કી કરે તે જ કરવું. આ બધાં સવાલોનો જવાબ કયાંથી મળશે ત્યારે વાત આવે છે કે, જાત, પાત,ગોત્ર કે સમાજના નામે પ્રેમીઓને મોતને ઘાટ ઉતારતો સમાજ માણસને મુક્ત અધિકારો આપવા તૈયાર કેમ થતો નથી.


ઇતિહાસ એવું કહે છે કે, જ્યારે - જ્યારે જે વાતોને જબરદસ્તી લાગૂ કરાય છે ત્યારે ત્યારે તેની સામે બળવો જરુર થાય છે.
        
 અમેરિકા અને અન્ય પશ્ચિમના દેશોમાં 60ના દાયકામાં યુવાનોએ હિપ્પી ચળવળ શરુ કરી હતી. બોલીવુડની હિંદી ફિલ્મોમાં દર્શાવેલા દમ મારતા અને મેરિઝુઆનાનો નશો કરતો યુવાનો અને મુક્ત સેક્સની વાતો કરનારાઓને હિપ્પી કહેવાયા પણ હિપ્પી ચલવળના ખરાબ પાસા વિશે તમે જાણ્યું પણ સારા પાસા વિશે પણ જાણો..
 60ના દશકામાં અમેરિકામાં શરુ થયેલું હિપ્પી આંદોલન ધીરે-ધીરે વિશ્વમાં ફેલાયું. હિપ્પી શબ્દની ઉત્પતિ હિબ્સ્ટર નામના શબ્દ પરથી થઇ હિબ્સ્ટર એટલે પરંપરા અને માન્યતાઓના વિરોધ કરનાર.
આ હિપ્પી આંદોલનની શરુઆતમાં જ આ પ્રકારની માનસિકતા ધરાવતાં યુવાનોને હિપ્પી તરીકે ઓળખાતા. જેઓ મુખ્ય શહેરોથી દુર ગામોમાં વસતા, એલસીડી, મેરિજુઆના સહીતના નશા કરતાં. અમેરિકા સહીત દેશોનો ભદ્ર સમાજ આ પ્રકારની માનસિકતા ધરાવતાં યુવાનોને નકારતો હતો 
 પણ હવે ખરેખરી વાત આવે છે કે, હિપ્પી આંદોલન ઉભુ કરવાની વાતો કેમ શરુ થઇ તેની પાછળના કારણો શુ હતા, શા માટે યુવાનો ઘર છોડીને ગામોમાં રહેવા જતા અને નશો કરતાં, મુક્ત સેક્સમાં માનતા અને મનફાવે તેવું વર્તન કરતાં.... તો અંગેઇન વાત આવીને ત્યાંજ ઉભી રહે છે કે દુનિયાના સૌથી વધુ વિકસીત ગણાતા દેશ અમેરિકામાં પણ પરંપરાઓના નામે યુવાનોને દબાવવામાં આવતા તેમની તો કોઇ સ્વતંત્રતા જ ન હતી. સમાજ સામે બંડ પોકારનાર યુવાનોની લડત વાસ્તવમાં સમાજે અધિકારો મારેલી તરાપ પર હતી અને તેની પ્રતિક્રિયાના ભાગ રુપે જે રિએક્શ આવ્યા તે હિપ્પી ચળવળ તરીકે ઓળખાયા 


 પણ આજે અમેરિકા સહીતના દેશોમાં જે મુક્ત વિચારો અને વ્યકિત સ્વાતંત્રતાને તમે હોલિવુડની ફિલ્મોમાં નિહાળો છો કે, એક બહેન પોતાના પિતા-ભાઇ કે સમાજ સામે મુક્તપણે પોતાની મરજીના પાત્ર સાથે ડેટ પર જાય , તેને પસંદ હોય તે  પાત્રની સાથે લગ્ન કરે  અને માનવીની વ્યક્તિગત બાબતોમાં દરેક માણસને મળેલી સ્વતંત્રતા ક્યાંકને ક્યાંક  અએ હિપ્પીઓની જ દેન છે કે જેઓ ભડકીલા કપડા, પહેરીને મેરીઝુઆનાનું સેવન કરીને મ્યુઝીકની રમઝટ બોલાવતાં હતા.. 


હવે હિપ્પીઓના આંદોલને વ્યકિતગત સ્વાતંત્રતા પ્રત્યે દુનિયા આખીનું ધ્યાન ખેંચ્યું ત્યારે હવે આ દેશમાં પણ વ્યક્તિગત સ્વતંત્રતા માટે હિપ્પી જેવા આંદોલનની જરુરિયાત છે કેમ કે, પાર્કમાં જ્યારે પોતાની પ્રેમિકાને લઇને બેઠા-બેઠા મીઠી વાતો કરતાં હોવ ત્યારે ધર્મના નામે તાયફો કરનારાઓ આવીને તમારી ઇજ્જત ન કાઢે, તમે પણ તમારી મરજીના પાત્રને પસંદ કરી શકો, તમે પણ તમારો મત સમાજ આગલ મુકી શકો....................... 

મંગળવાર, 8 નવેમ્બર, 2011

હવે ગુજરાતમાં કોણ શરુ કરે 'ઓક્યુપાઇ વોલસ્ટ્રીટ'‍‍‍

હવે ગુજરાતમાં કોણ શરુ કરે 'ઓક્યુપાઇ વોલસ્ટ્રીટ'‍‍‍
 અમેરિકામાં ઉભી થયેલી મંદી, બેરોજગારી અને કથળેલી આર્થિક સ્થિતી પાછળ
સામાન્ય અમેરિકનોની લાગણી એટલે 'ઓક્યુપાઇ વોલસ્ટ્રીટ'‍‍‍...
 'ઓક્યુપાઇ વોલસ્ટ્રીટ'‍‍‍નું આંદોલન એટલા માટે ઉભું થયું કે ત્યાંની
સરકારોએ માત્ર આંગળીના  વેઢે ગણી શકાય તેટલા ઉદ્યોગપતિઓના ફાયદા માટે જે
નીતિઓ અપનાવી તેના કારણે ઉદ્યોગપતિઓને તો કરોડોનો ફાયદો થયો.. પણ બિચારો
બાપડો અમેરિકન આર્થિક ભીંસ અને મંદીના મારમાં સંપડાઇ ગયો જેના વિરોધમાં
જે લોકજુવાણ ઉભો થયો તેને 'ઓક્યુપાઇ વોલસ્ટ્રીટ'‍‍‍નું નામ અપાયું
 જે સ્થિતિ હાલમાં અમેરિકામાં પ્રવર્તી રહી છે. તેવી અમેરિકાવાળી થવામાં
ભારત સહીત ગુજરાતમાં પણ વાર નહિ લાગે...

જે રીતે લાખો ચો.મીટર જમીનો ઉદ્યોગપતિઓને પાણીના ભાવે આપવામાં આવે છે.

જેની સામે ગરીબોને 100 ચો.મીટરનો પ્લોટ પણ મેળવી શકતા નથી.. ગરીબોને
સસ્તા અનાજની દુકાન પર પોતાના પરિવારનું ગુજરાન ચાલે તેટલું અનાજ પણ નથી
મળતું જ્યારે બીજી બાજુ અમીરો માટે નીત નવી હોટેલો, રેસ્ટોરેન્ટ અને
રિસોર્ટ ખુલી રહ્યાં છે
 રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો જે પ્રમાણે માત્ર ગણ્યા ગાઠ્યાં
ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે નિતીઓ અમલમાં મુકી રહી છે તેના કારણે
આવનારા દિવસોમાં ભારત સહીત ગુજરાતમાં પણ 'ઓક્યુપાઇ વોલસ્ટ્રીટ'‍‍‍જેમ
ઓક્યુપાઇ દિલ્હી, ઓક્યુપાય ગાંધીનગરની મુવમેન્ટ શરુ કરવી પડશે
 હજુ પણ વહેલું છે યુવાનો જાગે અને સરકારી નીતિઓ સામાન્ય માનવીને ફાયદો
કરે તેવી તૈયાર થાય તે માટે રાજકારણમાં જોડાવો, સંગઠીત થાઓ અને 'ઓક્યુપાઇ
વોલસ્ટ્રીટ'‍‍‍જેવા આંદોલનની શરુઆત કરો.....

ગુરુવાર, 3 નવેમ્બર, 2011

ગરીબોને ગરીબી રેખા નીચેથી હટાવવાનું દેશવ્યાપી ષંડયત્ર

ગરીબોને ગરીબી રેખા નીચેથી હટાવવાનું દેશવ્યાપી ષંડયત્ર
       
તમે ટ્રાફીક સિગ્નલ પર ઉભા છો ?  અચાનક, તમારા શર્ટની બાય ખેંચીને કોઇ અવાજ આવે કે, " સાહેબ એક રુપિયો આપોને"... બસ કા તો તમારો તવો તપી જાય કાતો પછી તમે એની દરિદ્રતા જોઇને દ્રવી ઉઠો. મનમાં વિચાર આવે કે શું કહેવાતા સુસ્કૃત ભદ્ર સમાજમાં ફેલાયેલી ગરીબીની સમસ્યાનું નિવારણ નથી, શું કોઇ સરકાર પાસે આનો ઇલાજ નથી.
       
       પણ હવે ગરીબી નહિ પણ ગરીબોને બીપીએલ યાદીમાંથી હટાવવાની યોજના સરકારે બનાવી નાંખી છે. ગરીબીને નહિ પણ ગરીબોને હટાવવા માટે નવી સ્લમ ડેવલપમેન્ટ પોલીસી આવી રહી છે.
 જેમાં હવે ગરબો જે સ્લમ વિસ્તારોમાં વસે છે તે સ્લમ વિસ્તારોની કરોડોની જમીનો પચાવી પાડવા માટે સરકાર, બિલ્ડરો અને મળતિયાઓ ભેગા મળીને એક યોજના બનાવી છે. જેમાં ગરીબો જે સરકારી જમીનો પર વસે છે તે જમીન પરથી દરેક ઝુંપડાવાસીઓની ગુંડાઓની મદદથી જબરદસ્તી ફોર્મ ભરાવવા અને પછી તેઓની જમીન પરથી હટાવી દેવા.
              બાદમાં તેમને ફલેટ આપશે પણ શું ખરેખર તેનાથી સ્લમમાં વસનાર લોકોને ફાયદો થશે કે નહિ...
સ્લમને ફાયદો થાય કે ન થાય પણ બે વ્યક્તિઓને ચોક્કસ ફાયદો થશે..

એક બિલ્ડરને.
બીજો સરકારને....


સરકાર જ્યારે ગરબોને ફ્લેટ રુપિ નવી ઝુંપડ્ડપટ્ટીમાં સ્થાળાંતર કરશે ત્યારે આપોઆપ આ ગરીબો કાચા ઝુંપડામાંથી નિકળી ફ્લેટમાં જશે આપોઆપ તેમના નામ બીપીએલની યાદીમાંથી બાકાત થશે તો બીજી તરફ બિલ્ડરોને મફતના ભાવે ગરીબોના ઉત્થાનના નામે કરોડોની જમીનો મળશે
બોલો હવે કે ""નવી સ્લમ ડેવલપમેન્ટ પોલીસી કે પછી ગરીબોને બીપીએલયાદીમાંથી બાદબાકી કરવાનું ષંડયત્ર ""!

ગાંધીની રાણીપની જમીન પર બંધાયેલી ૨૯ સોસાયટીઓને લઇને વિવાદ !

ગાંધીની રાણીપની જમીન પર બંધાયેલી ૨૯ સોસાયટીઓને લઇને વિવાદ !

જમીનોના દસ્તાવેજો થયા પણ અન્ટ્રી પ્રમાણિત કેમ નથી થતી તેનો કોઇ જવાબ નહીં
સાબરમતી હરિજન આશ્રમના ટ્રસ્ટીઓએ રાણીપ વિસ્તારની ગાંધીની જમીનો પ્લોટ પાડીને વેચી નાંખી તે વાસ્તવિકતા છે પણ તે જમીન પર કોઇ ગેરકાયદે સોસાયટીઓ બંધાઇ નથી તેવો ખુલાસો કરનાર સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટના મેનેજર અજિત જાદવે સ્વીકાર કરતા જણાવ્યું કે, જમીનો સર્વાનુમને સંસ્થા દ્વારા ઠરાવો કરીને ચેરીટી કમિશનર તથા સરકારના વિવિધ વિભાગોની નિયમાનુસારની મંજૂરી મેળવીને પાકા જમીન દસ્તાવેજો કરીને ૨૯ સોસાયટીઓને સરકારે નક્કી કરેલા નિયમને આધીન જે કિંમતોએ તે વખતે વેચવામાં આવેલ છે. પૈકીની કોઇ સોસાયટી ગેરકાયદે નથી પણ આ સોસાયટીઓ કાયદેસર છે તો તેના નામો છેલ્લાં ૨૦થી લઇને ૩૦ વર્ષના સમયમાં સોસાયટીના નામો કમને ચડ્યા અને આજની તારીખે પણ રેવન્યુ રેકર્ડના સાતબારના ઉતારામાં તો પ્રથમ હક્કદાર તરીકે તો હરિજન આશ્રમના ટ્રસ્ટીઓના જ નામ બોલે છે તેવું પૂછતાં તેઓએ સ્વીકાર કર્યો હતો કે ,જે તે વખતમાં કોઇ ક્ષતિ રહી ગઇ છે જેના કારણે આ સોસાયટીઓના નામો સાતબારના ઉતારામાં આવી શક્યા નથી. આમ તેઓએ ગાંધીની રાણીપ વિસ્તારમાં ગાંધીની જમીનો પર બનેલી ૨૯ જેટલી સોસાયટીઓને લઇને વિવાદ યથાવત હોવાનો સ્વીકાર પણ કર્યો હતો.
 સાબરમતી હરિજન આશ્રમના ટ્રસ્ટીઓએ વર્ષ ૧૯૭૧માં રાણીપ વિસ્તારની ૧,૭૨,૨૫૯ ચો. વાર જમીનો વેચી નાંખઈ હતી જેમાં આજદીન સુધી આ ગાંધીની જમીન પર ૨૯ જેટલી સોસાયટીઓ બંધાઇ ગઇ જેના દસ્તાવેજો પણ થયા પણ આ દસ્તાવેજોના આધારે છેલ્લા ૩૦ વર્ષથી રેવન્યુ રેકર્ડમાં એક માત્ર સોસાયટીનું નામ દાખલ થયું છે બાકી કોઇ સોસાયટીના નામો પ્રથમ હક્કમાં દાખલ થયા નથી. ઉલ્લેખનીય છેે કે, ગાંધીજીની જમીનો વેચી મારવાના સમાચાર અને તેમાં ગેરકાયદે સોસાયટીઓના સમાચાર પ્રકાશિત થયા હતા જેને લઇને સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટે ૨૯ સોસાયટીઓ વિવાદમાં હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

ગાંધીની જમીનો છ મહિનામાં વેચવાની હતી, પણ દસ્તાવેજો પાંચથી લઇને સાત વર્ષ પછી થયા



ગાંધીની જમીનો છ મહિનામાં વેચવાની હતી, પણ દસ્તાવેજો પાંચથી લઇને સાત વર્ષ પછી થયા

 છ મહિનામાં જમીનો વેચવાની હતી પણ દસ્તાવેજો પાંચથી લઇને સાત વર્ષ પછી થયા
  ગાંધી નિર્વાણનાં ૨૩ વર્ષમાં જ સાબરમતી આશ્રમ ટ્રસ્ટની કથિત રીતે આર્થિક હાલત એવી કફોડી બની કે, ટ્રસ્ટીઓએ મોજે રાણીપ સ્થિત ત્રણ જુદા જુદા સર્વે નંબરોવાળી જમીનો વેચવા કાઢી. ચેરિટી કમિશનરના ૭- ૭- ૭૧ના હુકમ પ્રમાણે ૧૯૭૧માં રાણીપમાં આવેલી સર્વે નં- ૩૬૧, ૩૬૨ અને ૩૬૬વાળી જમીનોને ત્રણ ભાગમાં વહેંચી ચેરિટી કમિશનરમાં જમીનોના પ્લોટ પાડીને વેચવાની મંજૂરીનો હુકમ કરાયો. અલબત્ત, ચેરિટી કમિશનરે વેચાણ માટે શરતો લાદી. જે જમીનો ત્રણ ઝોનમાં વહેંચાઇ, તેમાં ‘એ’ ઝોનમાં ૨૯૧૬૧ ચો. વાર જમીન રૂ.૧૦ના ભાવે, ‘બી’ ઝોનમાં ૭૧૫૪૯ ચો. વાર જમીન રૂ.૧૦ના ભાવે અને ‘સી’ ઝોનમાં ૭૧૫૪૯ ચો.વાર જમીન રૂ.૫ના ભાવે વેચવા હુકમ થયો. પ્લોટ પાડી જમીનો વેચીને જે નાણાં ઊપજે તે માન્ય કરેલી સહકારી બેંક અથવા શિડ્યુલ બેંકમાં જમા કરાવવા અને તેનો ઉપયોગ ચેરિટી કમિશનરની પરવાનગી લીધા સિવાય કરવો નહીં તેવો ઉલ્લેખ કર્યો ઉપરાંત આ હુકમ છ મહિના અમલમાં રહેશે તેવું લેખિતમાં જણાવવામાં આવ્યુંંુ હતું એટલે કે, જયારે પ્લોટ વેચાવાની પરમિશન મળી તેના છ મહિનામાં પ્લોટ વેચવાના હતા પણ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટે કરેલા ખુલાસામાં જ તેમણે ઘટસ્ફોટ કર્યો છે કે, રાણીપ ખાતેના ત્રણ સર્વે નંબરોના જમીન વેચાણ દસ્તાવેજો વર્ષ ૧૯૭૬થી વર્ષ ૧૯૭૮-૭૯માં થયેલા છે એટલે કે, ચેરિટી કમિશનરના હુક્મની મુદત પૂરી થયા બાદ જ જમીનોના વેચાણ દસ્તાવેજો થયા તેવો સ્વીકાર સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ સ્વીકાર કરે છે.

આનંદી પટેલના જમાઇ રહે તે સોસાયટીના દસ્તાવેજો પણ ૧૯૭૬માં થયા

સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટના મેનેજર અજિત જાદવે ખુદ લેખિત ખુલાસામાં એવો દાવો કર્યો છે કે, જે સોસાયટીમાં મહેસૂલ મંત્રી આનંદી પટેલના જમાઇ અને હાલના સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટી જયેશ પટેલ જે સમાધાન સોસાયટીમાં રહે છે તે સોસાયટીને પણ ૧૯૭૬ના અરસામાં નિયમને અધિન જમીન વેચાણ દસ્તાવેજથી આપવામાં આવેલ છે ઉલ્લેખનીય છે કે, ચેરિટી કમિશનરે ૭-૭-૭૧ના રોજ હુકમ કરીને જમીન વેચાણ કરવાનો હુક્મ કર્યો હતો જેમાં શરત હતી કે આ હુકમ છ મહિનામાં અમલમાં મુકવાનો રહેશે એટલે કે ૭-૧-૭૧ સુધીમાં જમીનો વેચાણ દસ્તાવેજો થઇ જવા જોઇએ પણ આનંદી પટેલના જમાઇ જે સોસાયટીમાં રહે છે તે સોસાયટીના દસ્તાવેજો પણ ૧૯૭૬માં એટલે પાંચ વર્ષ પછી થયા તેવો ખુદ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ સ્વીકારે છે.

હરિજન આશ્રમે જમીનો વેચી અને ટ્રસ્ટીઓએ તે ખરીદીને મકાનો બાંધ્યાં

ગાંધી આશ્રમની રાણીપની જમીન પર ગેરકાયદે ૩૦ સોસાયટી !
 


 

ચેરિટી કમિશનરે હુકમ કરી મંજૂરી આપી જ નહીં
 

જમીન વેચાણ કરવામાં ગોટાળા
 

બેઝ પ્રાઇઝ નક્કી કરી છતાં નીચા ભાવે જમીનોના ટુકડા વેચાયા
 

મંજૂરી ન મળી છતાં ૭/ ૧૨ના ઉતારામાં નામ ચઢી ગયાં
 

૪૦ વર્ષનો સમય વિતવા છતાં જમીનો અંગેના વિવાદો યથાવત્

‘ગાંધીજીએ વર્ધાથી તા.૧૦- ૧૨- ૨૯ના રોજ લખેલા એક પત્રમાં લખ્યું હતું કે, સહેજે પાળી શકાય તેવા નિયમોના પાલનમાં પણ શિથિલતા રહે અને તેને નિભાવી લઇએ તો આશ્રમ એક દિવસ પડી ભાંગશે એટલું નહિ પણ તેના કપાળે કાળી ટીલી પણ ચોંટશે જ.’ ગાંધીજીએ આ પત્રમાં વ્યક્ત કરેલી ભવિષ્યવાણી ‘સામાન્ય નિયમોમાં પણ છૂટ અપાય તો કાળી ટીલી ચોંટશે’ તે બાબત કથિત ગાંધીવાદીઓએ અક્ષરશઃ યથર્થ ઠેેરવી છે. કેમ કે તેમણે જ આશ્રમના નિયમોનું પાલન નેવે મુકી દઇ એવાં કૃત્યો આચર્યાં છે કે જેથી આજે પણ વારંવાર વિવાદો ઊભા થાય છે. ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમની રાણીપની ત્રણ સર્વે નંબરોની જમીનો ગાંધી નિર્વાણનાં ૨૩ વર્ષ બાદ કેવી રીતે વેચી મરાઇ તે તપાસનો વિષય છે. ચોંકાવનારી હકીકત એ છે કે, આ જમીનોના વેચાણ બાદ રેસિડેન્સિયલ અને કોર્મિશયલ બાંધકામ અંગે ચેરિટી કમિશનર અને રેવન્યુ વિભાગે મંજૂરી આપવા સ્પષ્ટ ઇનકાર કર્યો હતો છતાં રૂપિયા લઇ આ વિશાળ જમીનો પર ૩૦થી વધુ ગેરકાયદે સોસાયટીઓ બંધાઇ ગઇ હોવાની ચર્ચા છે.
હરિજન આશ્રમના ટ્રસ્ટીઓએ ૧૯૭૧માં રાણીપની ૧,૭૨,૨૫૯ ચો. વાર જમીનો વેચી અને તેમાં ગેરકાયદે સોસાયટીઓ બાંધી પોતાનાં પણ મકાનો બાંધી દીધાં! ઉલ્લેખનીય છે કે, ગાંધી નિર્વાણનાં ૨૩ વર્ષમાં જ સાબરમતી આશ્રમ ટ્રસ્ટની કથિત રીતે ર્આિથક હાલત એવી કફોડી બની કે, ટ્રસ્ટીઓએ મોજે રાણીપ સ્થિત ત્રણ જુદા- જુદા સર્વે નંબરોવાળી જમીનો વેચવા કાઢી. ચેરિટી કમિશનરના ૭- ૭- ૭૧ના હુકમ પ્રમાણે ૧૯૭૧માં રાણીપમાં આવેલી સર્વે નં- ૩૬૧, ૩૬૨ અને ૩૬૬વાળી જમીનોને ત્રણ ભાગમાં વહેંચી ચેરિટી કમિશનરમાં જમીનોના પ્લોટ પાડીને વેચવાની મંજૂરીનો હુકમ કરાયો. અલબત્ત, ચેરિટી કમિશનરે વેચાણ માટે શરતો લાદી. જે જમીનો ત્રણ ઝોનમાં વહેંચાઇ, તેમાં ‘એ’ ઝોનમાં ૨૯૧૬૧ ચો. વાર જમીન રૂ.૧૦ના ભાવે, ‘બી’ ઝોનમાં ૭૧૫૪૯ ચો. વાર જમીન રૂ.૧૦ના ભાવે અને ‘સી’ ઝોનમાં ૭૧૫૪૯ ચો.વાર જમીન રૂ.૫ના ભાવે વેચવા હુકમ થયો. પ્લોટ પાડી જમીનો વેચીને જે નાણાં ઊપજે તે માન્ય કરેલી સહકારી બેંક અથવા શિડ્યુલ બેંકમાં જમા કરાવવા અને તેનો ઉપયોગ ચેરિટી કમિશનરની પરવાનગી લીધા સિવાય કરવો નહિ અને આ હુકમ છ મહિના અમલમાં રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત એવા પણ આક્ષેપો થયા છે કે, ચેરિટી કમિશનરે નક્કી કરેલી બેઝ પ્રાઇઝથી પણ નીચી કિંમતે પ્લોટ વેચાયા હતા.
સૂત્રો કહે છે કે, ચેરિટી કમિશનરના હુકમ બાદ જે સોસાયટીઓ બાંધવામાં આવી તેમાં સાબરમતી આશ્રમના ટ્રસ્ટીઓએ સોસાયટીમાં પ્લોટની જમીનો ખરીદી પોતાના આલીશાન બંગલા બાંધ્યા. રાણીપના સર્વે નંબર ૩૬૧, ૩૬૨ અને ૩૬૬ નંબરવાળી જૂની શરતની જમીનના સાતબારના ઉતારામાં કરેલી નોંધ પ્રમાણે ચેરિટી કમિશનર અને રેવન્યુની નોંધ પ્રમાણે બંધુનગર કો. ઓ. હા. સો. લી અને જીવનધારા કો. ઓ. હા. સો. લી પ્લોટ નંબર ૮ની માગણી નામંજૂર થયેલી છે. ઉપરાંત, ગુજરાત ખાદી પ્રતિષ્ઠાન મંડળી, કસ્તુરબા કોર્મિશયલ સેન્ટર, સમાધાન કો. ઓ. હા. સો. લી., સરસ્વતી એજયુકેશન ટ્રસ્ટની માગણી નામંજૂર થઇ છે. આ તો એ સંસ્થાઓના નામે છે કે જેમની રજૂઆતો કે માગણીઓ સત્તાવાર રીતે નામંજૂર થઇ છે. બીજી તરફ ૩૦ સોસાયટી ગેરકાયદે બંધાઇ ગઇ. સરકારે રિઝર્વ કરેલા ગ્રીન બેલ્ટની જમીનોમાં પણ બે સોસાયટી બંધાઇ ગઇ છે.
હાલમાં પણ રાણીપના ત્રણ સર્વે નંબરોના સાતબારના ઉતારામાં પ્રથમ હક્કમાં હરિજન આશ્રમના નામે જ છે પણ ગેરકાયદે સોસાયટીઓ બંધાઇ ગઇ તે પણ વાસ્તવિકતા છે. રેવન્યુ રેકર્ડ અને સાતબારના ઉતારા કે હક્ક પત્રકો જોઇએ તો આ જમીનો પર બાદમાં જમીનો રેસિડેન્સિયલ સોસાયટી બાંધવા માટે વેચવામાં આવી પણ જેમ- જેમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીઓ બદલાયા તેમ- તેમ આ જમીનો અંગેના વિવાદો યથાવત્ રહ્યા છે.
---------------------------



આશ્રમની જગ્યા પર રેવન્યુ મિનિસ્ટરના જમાઇનો આલીશાન બંગલો !
               હરિજન આશ્રમના ટ્રસ્ટીઓએ ૧૯૭૧માં રાણીપની ૧,૭૨,૨૫૯ ચો. વાર જમીનો વેચી. તેમાં ગેરકાયદે સોસાયટીઓ બાંધી પોતાના પણ બંગલા બાંધ્યા તેવી ચર્ચા વચ્ચે આંખે ઊડીને વળગે એ હકીકત એ છે કે, હાલના મહેસૂલ મંત્રી આનંદી પટેલના જમાઇ જયેશ પટેલ સમાધાન સોસાયટીના જે આલીશાન બંગલામાં રહે છે તે જમીન પણ જે- તે વખતમાં ગાંધીજી સ્થાપિત આશ્રમના નામે જ હતી.!

બોલો !!!!!! ભ્રષ્ટાચારીઓએ ગાંધીને પણ ન છોડ્યા....

ગાંધીના સત્યાગ્રહ આશ્રમની ૧૦૪ એકર જમીનમાંથી ૧૫થી વધુ એકર જમીન ગાયબ !


                 સત્ય અને અહિંસા વડે દુનિયા આખીને પોતાનો ચમત્કાર બતાવનાર મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીએ રાજયના ચેરિટી કમિશનરના રેકર્ડ પ્રમાણે ૨૧ ડિસેમ્બર ૧૯૩૯ના ટ્રાન્સફર દસ્તાવેજમાં તેમની સહી સાથે લખ્યું છે કે, આશ્રમની મિલકતો મગનલાલ ખુશાલચંદ ગાંધીએ ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૬ના રોજ ખરીદી હતી. આ મિલકતો સાબરમતી ટ્રસ્ટના નામે દર્શાવેલી હતી. આજે આ જમીનોની કિંમત અબજો રૂપિયાની થાય છે. ત્યારે આજના મહેસૂલી રેકર્ડમાં તપાસ કરીએ તો મૂળ ગાંધી સાબરમતી સત્યાગ્રહ આશ્રમ સાથે અન્ય નવી બનેલી અને જૂની સંસ્થાઓ પાસે મોેજે વાડજમાં માત્ર ૩,૪૬,૩૧૪ ચો.મીટર જમીનો જ છે. સમય જતાંની સાથે ૭૪,૫૫૮ ચો.મી જગ્યા ક્યાં ગઇ તેનો તાળો મળતો નથી. ત્યારે સાબરમતી સત્યાગ્રહ આશ્રમ સહિત તેની સંસ્થાઓના રાજકારણની નજીકથી જાણકારી રાખનારા લોકો કહે છે કે, ગાંધીએ છેવાડાના માનવીની સેવા માટે જિંદગી ઘસી નાંખી તેઓની સેવા માટે બનાવેલી સંસ્થાઓએ ગાંધીએ ખરીદેલી જમીનો પોતાના લાગતા વળગતાને ભાડ્ડા પટ્ટે, બક્ષિસ પેટે અને જરૂર પડે તો વેચી પણ ખરી. ૧૯૬૦ના નવનિર્માણ આંદોલનને વખતે વાડ જ ચોરો સળગી ગયો તેમાં મોટા ભાગના મહેસૂલી રેકર્ડ પણ સળગી ગયા પણ આ જ વાત ઘણા માટે આશીર્વાદ સમાન સાબિત થઇ અને તેમાં ગાંધીની ૧૦૪થી વધુ એકરમાંથી ૧૫થી વધુ એકર જમીન ગાયબ થઇ ગઇ છે. જેનો તાળો હાલમાં પણ મળતો ન હોવાની ચર્ચા છે.
ગાંધીએ સ્થાપેલા સાબરમતી સત્યાગ્રહ આશ્રમનું નામ બદલીને સાબરમતી.હ.આશ્રમ ટ્રસ્ટ કરાયું. બાદમાં અસ્તિત્વમાં આવેલી સંસ્થાઓ પાસે કેટલી કાગળ પરની જમીનો છે તેનો તાળો મેળવવાનો અમે પ્રયાસ કર્યો જેમાં ગાંધીએ સ્થાપેલા મૂળ સાબરમતી સત્યાગ્રહ આશ્રમ બાદ અસ્તિત્વમાં આવેલી સંસ્થાઓએ મૂળ ગાંધીએ સ્થાપેલા સાબરમતી સત્યાગ્રહ આશ્રમની જમીનો સમય જતાં- જતાં મૂળ હરિજન સેવક સંઘ, સાબરમતી ગૌશાળા અને સાબરમતી આશ્રમ પ્રીઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટને નામે કરાઇ. જેમાં કઇ સંસ્થા પાસે કેટલી જમીનો તે મહેસૂલના રેકર્ડ પરથી શોધ્યું, તેમાં સાબરમતી આશ્રમ પ્રીઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટના નામે મોજે વાડજમાં સર્વે નંબર ૫૬૧/૨માં બિનખેતીની ૮૪૦૮ ચો.મી, સર્વે નંબર ૫૬૨ટ્ઠમાં ૧૨,૫૪૪ ચો.મીટર મળીને કુલ ૨,૦૯,૫૨ ચો.મી જમીન છે. સાતબારના ઉતારા પ્રમાણે હરિજન આશ્રમના નામે મોજે વાડજના સર્વે નંબર/બ્લોક નંબર ૫૧૨પૈકી૧, ૫૧૩, ૫૨૩/ડી/૨,૫૨૩ ક, ૫૨૩/ડી/૧, ૫૨૪, ૫૨૫/૧/બી, ૫૨૫/એ૧, ૫૨૬એ, ૫૨૭એ૧ અને ૫૫૯ પૈકી૧ મળીને કુલ ૮,૪૪,૬૪ ચો.મીટર જમીનો છે અને સાબરમતી આશ્રમ ગૌશાળા પાસે સર્વે નંબર ૪૫૪, ૫૧૯, ૫૨૦, ૫૨૧/૧, ૫૨૧/૨, ૫૨૨/૧, ૫૨૨/૩/૧, ૫૩૦/૧, ૫૩૦/૩, ૫૩૦/૪, ૫૩૨, ૫૩૩, ૫૫૭, ૫૫૮, ૫૫૯ પૈકી ૨, ૫૬૦ અને ૫૬૧/૧ કુલ મળીને ૨૫-૮૯-૨૮ ચો.મી જમીનો છે.
 હાલના મહેસૂલી રેકર્ડ અને ભૂતકાળોના દસ્તાવેજો તપાસતાની સાથે સત્યાગ્રહ આશ્રમની મૂળ જમીનો જે આશયથી ગાંધીજીએ લીધી હતી, તેમાંના મોટા ભાગના કાર્યક્રમો આટોપી લેવાયા છે, તો અન્ય કેટલી જમીનો પર ગેરકાયદેસર દબાણો પણ થયાં છે. ગાંધીએ સાબરમતી સત્યાગ્રહ આશ્રમના વિવિધ દસ્તાવેજો જેમાં ગાંધીએ બિરલાને લખેલા એક પત્રમાં ૧૦૦ એકર જમીનનો ઉલ્લેખ છે જયારે અન્ય પુસ્તકોમાં ૧૦૪થી લઇને ૧૦૭ એકર જમીનોના ઉલ્લેખ છે. ગાંધીએ સ્થાપેલા સાબરમતી આશ્રમના નામે ખરીદાયેલી જમીનોને આશરે છેલ્લાં ૮૧ વર્ષ જેટલા સમયમાં ૧૫ એકર જેટલી જમીનોનો તાળો મળતો નથી. સાબરમતી હ.આશ્રમ ટ્રસ્ટે ૧,૭૨,૨૫૯ ચો.વાર જમીન વેચી. ત્યાર બાદ સાબરમતી ગૌશાળાએ હજારો ચો.મીટર જમીન એન.ડી.ડી.બી બોર્ડને ભાડાપટ્ટે આપી હોવાની ચર્ચા છે પણ તેની સાતબારમાં એન્ટ્રી થઇ નથી.
ગાંધીએ સ્થાપેલા સાબરમતી સત્યાગ્રહ આશ્રમ પાસે કુલ ૧૦૪ એકરથી વધુ જમીનો હતી, જેનું ક્ષેત્રફળ આશરે ૪,૨૦,૮૭૨ ચો.મી થાય. જેમાં હાલમાં ત્રણ સંસ્થાઓ પાસે માત્ર ૩,૪૬,૩૧૪ ચો.મી જગ્યાની ઉપલબ્ધ છે. જેમાં સમય જતાંની સાથે ૭૪,૫૫૮ ચો.મી જગ્યા ક્યાં ગઇ તેનો તાળો મળતો નથી, તે ચર્ચાએ જોર પકડ્યું છે.


ગાંધીના નિર્વાણનાં ૨૧ વર્ષ બાદ જ ૧,૭૨,૨૫૯ ચો.વાર જમીનો વેચાઇ ગઇ !


૧૯૫૦ સત્યના પર્યાય સમા ગાંધીએ વિદાય લીધી પણ ગાંધીની વિદાયનાં ૨૧ વર્ષ જેટલો સમય વિત્યા બાદ સાબરમતી હ.આશ્રમ ટ્રસ્ટની કથિત રીતે હાલત ર્આિથક રીતે એવી કફોડી બની કે તેઓએ મોજે રાણીપમાં આવેલા ત્રણ જુદા-જુદા સર્વે નંબરોવાળી જમીનો વેચવા કાઢી. વર્ષ ૧૯૭૧માં રાણીપમાં આવેલી સર્વે નં-૩૬૧, ૩૬૨, અને ૩૬૬ વાળી જમીનોને ત્રણ ભાગમાં વહેંચીને ચેરિટી કમિશનરમાં જમીનોના પ્લોટ પાડીને વેચવાની મંજૂરી માંગવામાં આવી. જેમાં ચેરિટી કમિશનરે વેચાણ માટે થોડી શરતો મૂકીને વેચાણની પરમિશન આપી, જેમાં જમીનોને ત્રણ ઝોનમાં વહેંચાઇ, જેમાં એ ઝોનમાં ૨૯૧૬૧ ચો.વાર જમીન રૂ.૧૦ના ભાવે, બી ઝોનમાં જમીન ૭૧૫૪૯ ચો.વાર રૂ.૧૦ના ભાવે અને સી ઝોનમાં જમીન ૭૧૫૪૯ રૂ.૫ના ભાવે વેચવાનો હુકમ થયો. સૂત્રો કહે છે કે, બાદમાં જમીનો રેસિડેન્સિયલ સોસાયટી બાંધવા માટે વેચવામાં આવી પણ જેમ - જેમ મેનેજિંગ ટ્રસ્ટીઓ બદલાયા તેમ-તેમ આ જમીનોને લઇને વિવાદો યથાવત્ રહ્યા અને હાલમાં પણ આ વિવાદોને લઇને વિવિધ કોર્ટોમાં પ્રકરણો વિચારાધીન છે, પણ આ જમીનોનો કબજેદાર તરીકે જે તે સમયમાં ખરીદનારાઓ જ છે તેવું સૂત્રો જણાવે છે.

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...