રવિવાર, 15 જાન્યુઆરી, 2017

અસત્ય બોલવાની કળા એણે ગાંધી વિચારથી નહિ પણ ગાંધી ભક્તોથી શીખી છે





રીતરીત નવી પણ એનો જૂનો ધંધો છે....
છુપાયેલો છે ચોર લોકોની વચ્ચે
ચોર નહિ પણ અહીં ખુદાનો નેક બંદો છે
અસત્ય બોલવાની કળા એણે
ગાંધી વિચારથી નહિ પણ
ગાંધી ભક્તોથી શીખી છે
અહિંસા વળી કેવી ?
રોજ એની છરી ખૂનથી ભરી છે
એક જોડી કપડાં, રોટી ને મકાન
જીવવા વળી જોઈએ કેટલું ?
તોય તેણે સાતસો પેઢી માટે બોરીઓ ભરી છે
હવે એનેય સ્વદેશીનો લાગ્યો ચસ્કો
અમેરિકાથી ભારતીય મૂળની બ્રાન્ડ ઓર્ડર કરી છે
સાદગી માટે તો તેણે રામની કસમ ખાધી છે
રોજ બે જોડી કપડાં બદલવાની ખાતરી કરી છે
એક સભામાં બૂમ પાડી બોલ્યો તાડૂકીને
હું અભય છુ,
અચાનક ઊંચી થયેલી ડોક
એક આંખ આક્રોશ જોઈ થોડો ડર્યો છે
પોલીસને ફોન કરી એણે સુરક્ષા માંગી છે
પાછો રોજ કહેતો ફરે
અલ્યા
હવે આભડછેટ રાખતો નથી
તેણે વર્ષોથી રખીની વસ્તીવાળો રસ્તો બદલ્યો છે
આભડછેટ ખતમ કરવા તેણે,
કંપનીમાં કોઈ અછૂતને ન રાખી અડવાની નોબત ટાળી છે
આજ પણ આ જ નવો ધંધો છે
છુપાયેલો ચોર લોકોની વચ્ચે ખુદાનો બંદો છે



લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...