રવિવાર, 14 જૂન, 2020

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય...

હું આ આપઘાતનો પ્રયાસ સાંભળીને જેટલો દુઃખી થવું છું એટલો દુઃખી ક્યારેય થતો નથી..

છાશવારે આપઘાતના ન્યૂઝ આવે છે.
પરીક્ષામાં નિષ્ફળતા
આર્થિક તંગી
સામાજિક તણાવ
સંબંધોમાં તિરાડ

આવા કેટલાય પ્રસંગોમાં લોકો જીવન છોડી મોતને વ્હાલું કરે છે પણ મારું વ્યક્તિગત માનવું છે કે, જે પ્રકારે આર્થિક અને સામાજિક પ્રતિષ્ઠાની દોડમાં આપણે લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉભી કરી શકતાં નથી..

આ લાઈફ સ્પોર્ટ સિસ્ટમ શું છે ?

તમારી આસપાસ પરિવાર, મિત્રો કે સાથી કર્મચારીઓ કે પછી માણસોનો એક એવો સમૂહ તમારે ઉભો કરવાનો છે જે તમને ગમે તેવી કપરી પરિસ્થિતિમાં જીવનમાં સંઘર્ષ કરવા પ્રેરિત કરે..

તમને સાંભળે
તમને સપોર્ટ કરે
તમને મદદ કરે
તમારી સાથે ઉભા રહે
તમને સમજે
તમારી મુશ્કેલી નિવારી ન શકે તો તે નિવરવાની હિંમત આપે...

તમે સરકારી વ્યવસ્થાથી ઉમ્મીદ ન રાખતાં
કેમ કે ત્યાં આત્મહત્યાના આંકડા માત્ર નોંધવા માટે હોય છે પણ ઘટાડવા માટેના પ્રયત્નો તો આપણે કરવા પડશે.

કોઈના દુઃખ કે મુશ્કેલીને નિવારવા તમે પણ મદદરૂપ થઇ શકો..

માત્ર પૈસા અને નામના મેળવવાથી તમારા મનમાં આત્મહત્યાનો વિચાર નહીં આવે એવું નથી પણ તમે દુનિયાને જોવાની અને તમારા આસપાસ જ્યાં સુધી મજબૂત લાઈફ સપોર્ટ સિસ્ટમ નહીં ઉભી કરો તો એકલા રહેશો.. આ એકલતા જ તમારી દુશ્મન છે..

સમજો લોકોને સાંભળો
તમારા દિલની વાત બધાને કહો

આસપાસ એવા મિત્રો કે પરિવારના સભ્યોનું વર્તુળ ઉભું કરો જે તમારી મુશ્કેલીમાં પણ તમારા પડખે ઉભું રહે અને તમને એક વાત તો કહે જ કે, અમે તારી સાથે છીએ.. ચિંતા ન કર...

દિલમાં રાજ દબાવવા કરતા
વ્યક્ત કરવા વધારે સારા..

ભૂલ કોઈથી પણ થઈ શકે માફી આપતા શીખો
નિષ્ફળતા આવશે પણ તેનો આનંદ લેતા શીખો
સફળતા પણ આનંદ ન આપે તો તેને ત્યજી દો
જીવન ખૂબ સુંદર છે તેને માણતા શીખો...


તમારા જવાનો અકાળે આઘાત કેટલાય સ્વજનોને આજીવન પસ્તાવામાં મૂકી દે એ પહેલાં જીવન સાથે લડતા શીખો...

આવો આપણે આપણી આસપાસ લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉભી કરીએ.. જે જીવન મહેકાવે...

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...