રવિવાર, 29 એપ્રિલ, 2012

હે રામ ઃ ગાંધી પરિસરમાં ચોરી, ગરીબો પર થયો અત્યાચાર


હે રામ  ઃ ગાંધી પરિસરમાં ચોરી, ગરીબો પર થયો અત્યાચાર


    મહાત્મા ગાંધીજીએ સાબરમતી સત્યાગ્રહ આશ્રમ સ્થાપના કરી ત્યારે એવું વિચાર્યું પણ નહિ હોય કે, દુનિયા પરથી તેમની વિદાયના છ દાયકા બાદ જ સત્યાગ્રહ આશ્રમની પાવની ભૂમિ આવી ઘટનાની સાક્ષી બનશે. ગાંધી આશ્રમના પરિસરમાં એક સ્વૈચ્છીક સંસ્થા ચાલે. સંસ્થામાં કેટલાય ગરીબો સમાજસેવાના નામે પોતાની આજીવિકા રળે. પણ પોતે ગરીબ હોવાની સજા તેમને આ રીતે મળશે તેવું તેમણે વિચાર્યું નહિ હોય. 
      
 થોડા મહિનાઓ પહેલા ગાંધી આશ્રમના પરિસરમાં આવેલી સંસ્થામાં રૃપિયાની ચોરી થઇ. ચોરી થયાની વાત વાયુ વેગે સંસ્થામાં પ્રસરી. પોતાની જાતને ગાંધીને અનુયાયી કહેતા ટ્રસ્ટીઓ સુધી ચોરીની વાત પહોંચી. ગાંધીયન ટ્રસ્ટીઓને પોતાની સંસ્થામાં ચોરી થયાની ઘટનાનું પગેરું શોધવા સામાન્ય રીતે યોજાતી પ્રાર્થનામાં ચોરીની વિગતો જાહેર કરી અને જેને ચોરી કરી હોય તેણે સાચી માહિતી આપી દેવા કહ્યું પણ આ તો થોડો કોઇ ગાંધી પાકે તે સાચું બોલવા આગળ આવે એટલે ટ્રસ્ટી કમ મંત્રીપુત્રીએ પોતાની વગ વાપરીને પોતાના સંબધકર્તા અધિકારીને જાણ કરી, બસ પછી તો સંસ્થામાં કામ કરતા આસપાસના સ્લમ વિસ્તારના ગરીબ છોકરાઓનું આવી બન્યું. કોઇ પણ પ્રકારની ફરિયાદ વગર પોલીસ તેમને પકડી ગઇ આખી રાત માર્યા, અત્યાચાર ગુજાર્યો પણ ખોટો ચોરીનો આરોપ માથે ન ઓઢી લેતા આખરે પોલીસે તેમની સચ્ચાઇ આગળ ઝુકવું પડ્યું અને તેમને છોડવા પડ્યા આમ ગાંધીયન કહેવાતી મંત્રી પુત્રીએ ગાંધીના નામે સંસ્થા શરૃ કરી ડોનેશન ઉઘરાવવાનો ધંધો તો શરૃ કર્યો પણ ચોરીના નામે ગરીબો બાળકો પર અત્યાચાર ગુજારવામાં પણ પાછી પાની કરી નથી. જે લોકોના નામે રૃપિયા ઉઘરાઇ લાવે તેમની સાચી વાત પર વિશ્વાસ ન કરે તેવા ગાંધીયનો ગાંધીના પરિસરમાં ધંધો ખોલીને બેઠા છે. હે રામ 





લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...