શનિવાર, 17 સપ્ટેમ્બર, 2016

તારી તો.. તારી તો.. કહી ને ગાળ શીખવી ગયા ભાઈબંધો એવા મળ્યા કે જીવનનો સાર થઈ ગયા



તારી તો.. તારી તો.. કહી ને ગાળ શીખવી ગયા
ભાઈબંધો એવા મળ્યા કે જીવનનો સાર થઈ ગયા

મારુ ઉછીનું લીધું દર્દ ને ખૂદ નીલકંઠ થઈ ગયા
કાંડે કંઠી બંધાવી વ્હાલની ને છુંમંતર થઈ ગયા

ગિલ્લી દંડો, બોલ બેટની સાથે ખેલદિલી શીખવી ગયા
અંચાઈ કરી, નારાજ થયા પણ જિંદાદિલી શીખવી ગયા

લુચ્ચાઈ, નફટાઈ, નલાયકીના અર્થ બદલી ગયા
નાની નાની વાતમાં હસતા ને હસાવતા શીખવી ગયા

તારી તો.. તારી તો.. કહી ને ગાળ શીખવી ગયા
ભાઈબંધો એવા મળ્યા કે જીવનનો સાર થઈ ગયા



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...