બુધવાર, 22 માર્ચ, 2017

अगर आज "भगत" जिन्दा होता अरे दोस्तों तूम पे शर्मिन्दा होता




अगर आज "भगत" जिन्दा होता
अरे दोस्तों तूम पे शर्मिन्दा होता
"भगत" मेरे सपनो में आया था
उसने मुझे खुद बताया था
में मेरी माँ का दुलारा था
बाप का होनहार लाडला था
जब में कॉलेज पंहुचा था
मुज पर भी कोई मरता था
मेंने तो सिर्फ इतना जाना था
गोरे भेड़ियो से देश को बचाना था
आज़ादी से शादी करके
मेने कसम खायी थी
अपनी जान देके सहादत पाई थी
अब देखता हु
दुखी होकर सोचता हु
में करता था मुर्तिया से नफरत
आज मेरी मुर्तिया लगायी जाती है
मेंने खड़े किये थे खुदा पे सवाल
मुझे भगवान बता के फूलमाला चढ़ाते है
बस इतना कहना है दोस्तों
अभी में मरा नहीं,
 कितने सिने में जिन्दा हु
बस इतना है की
मेरी विरासत संभालने वालो
आज तुम से शर्मिदा हु ।

બુધવાર, 15 માર્ચ, 2017

જુઓ તો જિંદગી | કેવી રંગત લાવી દુઃખોમાં વીત્યું બાળપણ | જવાની સુખ સાથે મોજ લાવી



જુઓ તો જિંદગી
કેવી રંગત લાવી
દુઃખોમાં વીત્યું બાળપણ
જવાની સુખ સાથે મોજ લાવી
ઘડપણની ચિંતા શેની
હવે તો તકલીફ ન પડે
એવું મોત મળે તેવી આશ લાવી
બચપણમાં "મા"નો કપડાં ધોવાનો ધોકો
મારા માટે સચિનનું બેટ હતો
જુના મોજાનો બનાવેલો એ દડો
પણ ઘણો અનમોલ હતો
સાત પથ્થરો પણ સાતલીયાની મજા આપતા
ફાટેલી ચડી પાછળ મરેલા થિંગડા
છુપાવવા કરતા દેખાય તેની મોજ હતી
પગમાં ચપલ વળી શેના
ઉઘાડા પગે દોડવાની મોજ હતી
પડ્યો તોય રાજી, દોડ્યો તોય રાજી
મંદિરના બખોલથી ઉઠાવેલી પાયલી
ફોટા ખરીદીમાં વાપર્યાની મોજ હતી

મંગળવાર, 14 માર્ચ, 2017

ઘણે દૂરથી ફરી એક વિચાર આવ્યો, સાથે ફરી મોતના સમાચાર લાવ્યો



ઘણે દૂરથી ફરી એક વિચાર આવ્યો
સાથે ફરી મોતના સમાચાર લાવ્યો
ફરી મનમાં ઉઠી શંકાઓ
ફરી ઉઠ્યા કેટલાય સવાલો
જાણે કેમ માણસ મારતો હશે
જાતે જ પોતાને સુડી ઉપર ધરતો હશે
અરે...
એણે તો બાળપણમાં વેદના જોઈ હતી
રમત કોને કહેવાય
એણે તો મજૂરીને રમત ગણી હતી
એ ફાટેલી ચડ્ડીના થિંગડા
અરે એ જ ચૂંથાયેલા લૂગડાં
બાપ રોજ દારૂ ઢીંચતો હતો
માં રોજ માર ખાતી હતી
બાજુની નીક અને ગટર રોજ ઉભરાતી હતી
તોય અલ્યા એ ભણ્યો હતો
છેક મહાવિદ્યાલય સુધી દોડ્યો હતો
એ પણ કહાનીકાર હતો
પંડની વેદનાના ઇતિહાસ સાથે એણે
તમે લખેલા ઇતિહાસને જાણ્યો હતો
અલ્યા બચપણથી તમારો અન્યાય જોયો
અન્યાય પાછળ હતી એના પ્રત્યેની સુગ
હવે તો એય ચોખ્ખો હતો
ટાઈટ કપડાં અને ફાકડું ઈંગ્લીશ બોલતો હતો
હવે તોય કઠ્યું તમને
લો ત્યારે હવે આ મર્યો
જાતે સુડી પર ચઢ્યો જોશથી બોલ્યો
અલ્યા તે ઉભો કરેલો ભગવાન છે
તો આવું છુ...
કે પછી ખાલી નવરી વાત
તો માર્યા પછી સમજાવું છું.

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...