ગુરુવાર, 24 ઑગસ્ટ, 2017

વ્યથા ક્યાં દેખાય છે તમને મારી, મો ખોલવાની, લે બોલવાની, હવે મને તક આપી, એ પહેલા તો જીભ તો તે કાપી લીધી


વ્યથા ક્યાં દેખાય છે તમને મારી
મો ખોલવાની
લે બોલવાની
હવે મને તક આપી
એ પહેલા તો
જીભ તો તે કાપી લીધી
કંઈક
ગીત, કવિતા કે મંત્ર
લે મને પણ
શ્રોતા બનવાની
સાંભળવાની તક તો આપી
પણ આ શું
કંઈક કાને સંભળાતું નથી
મારા કાનમાં શીશું તે રેડી દીધું
મહેનત કરી
હાથની સાથે રેખાઓ પણ ઘસી
હવે તે કહ્યું તારા હાથમાં
તારું નસીબ
પણ એ પહેલા
લે હાથ વાઢી લીધા
હવે આંખ ખુલી
તારો ખેલ જોયો
તું આંખ ફોડીશ
પણ હવે જાગ્યો છુ
જીભ, હાથ, કાન ગુમાવ્યા પછી
ભાનમાં આવ્યો છું
એટલું શીખ્યો છુ
બંદુકથી છાતી છેદીશ
તલવારથી હાથ કાપીસ
પણ હું મારવાનો નથી
કેમ કે
હું વિચાર છું



( કવિતા - વ્યથા : જિજ્ઞેશ પરમાર)

125 કરોડ ભારતીયોની જીત એટલે રાઈટ ટુ પ્રાઇવસી





125 કરોડ ભારતીયોની જીત એટલે રાઈટ ટુ પ્રાઇવસી
"રાઈટ ટુ પ્રાઇવસી" - દરેક માનવીનો મૂળભૂત હક. મારુ શરીર, મારા વિચાર અને મારુ ઘણું અંગત. હું નથી ઇચ્છતો કે હું કોઈ ને કહું... મને શું બીમારી છે. આ બીમારી જાહેર થાય તો મારા પ્રત્યે કોઈને તિરસ્કાર જન્મે કે સંવેદના. હું આ બેમાંથી એક પણ લાગણીનો શિકાર થવા નથી માંગતો.
 હું કઈ વિચારધારામાં માનુ છુ, કોને મત આપું છું, કોને પ્રેમ કરું છું, કોનાથી નફરત કરું છુ - આવા કઈ કેટલાય મત કોઈને ખબર પડે એમ ઇચ્છતો નથી.. કારણ ઘણા છે, હાલમાં ચૂંટણી પંચ તો મતદાનની ગુપ્તતા જાળવે છે પણ બુથ વાઇસ પરિણામો જાહેર કરે છે, આ પરિણામની એવી અસર આવી છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ જે બુથમાં વોટ ન માલ્યા તે અંગે ખુલ્લેઆમ એવો રોફ મારે છે.. મને એક પણ મત મળ્યા નથી તો કોઈ કામ નહિ થાય..
 હવે કદાચ.. સ્થિતિ એવી આવે કે.. નાગરિકની કોઈપણ માહિતી અંગત નહિ હોય તો શું થશે ?
નાગરિક અને બુટલેગર કે આરોપી વચ્ચે કોઈ ફેર નહિ રહે. કોઈ મારા મોબાઇલની વાતો કોઈ પણ સાંભળે અને હું વિરોધ નહીં કરી શકું તેવું સરકાર ઇચ્છતી હતી પણ આખરે મને મળ્યો રાઈટ ટુ પ્રાઇવસી..  આભાર.. સુપ્રીમ કોર્ટ
- (જિજ્ઞેશ પરમાર)

સોમવાર, 21 ઑગસ્ટ, 2017

કોઈ પૂછે કે તમે કેવા ?... તો બોલી દેજે.... હજારો વરસોની યાતના પછી ટકયા એવા




કોઈ પૂછે કે તમે કેવા ?
તો તું મુંજાતો નહિ
ડરતો નહિ
હિંમત ગુમાવતો નહિ
કહી દેજે તાડુકીને
જુલ્મો સહન કરી કંટાળેલા એવા
મરી ને પણ જીવી જઇએ એવા
અછત વચ્ચે પણ મોજ કરતા એવા
હજારો વરસોની યાતના પછી ટકયા એવા
એણે હરાવ્યા છતાં એ હરિ ને પકડી રાખ્યા એવા
રાક્ષસ કહ્યા છતાં માનવતા ન છોડી એવા
જુલ્મો સહન કરી હજુ તમને ભડાકે ન દીધા એવા
માનવ હતા, માનવ રહ્યા માનવી રહીશું એવા..

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...