મંગળવાર, 14 માર્ચ, 2017

ઘણે દૂરથી ફરી એક વિચાર આવ્યો, સાથે ફરી મોતના સમાચાર લાવ્યો



ઘણે દૂરથી ફરી એક વિચાર આવ્યો
સાથે ફરી મોતના સમાચાર લાવ્યો
ફરી મનમાં ઉઠી શંકાઓ
ફરી ઉઠ્યા કેટલાય સવાલો
જાણે કેમ માણસ મારતો હશે
જાતે જ પોતાને સુડી ઉપર ધરતો હશે
અરે...
એણે તો બાળપણમાં વેદના જોઈ હતી
રમત કોને કહેવાય
એણે તો મજૂરીને રમત ગણી હતી
એ ફાટેલી ચડ્ડીના થિંગડા
અરે એ જ ચૂંથાયેલા લૂગડાં
બાપ રોજ દારૂ ઢીંચતો હતો
માં રોજ માર ખાતી હતી
બાજુની નીક અને ગટર રોજ ઉભરાતી હતી
તોય અલ્યા એ ભણ્યો હતો
છેક મહાવિદ્યાલય સુધી દોડ્યો હતો
એ પણ કહાનીકાર હતો
પંડની વેદનાના ઇતિહાસ સાથે એણે
તમે લખેલા ઇતિહાસને જાણ્યો હતો
અલ્યા બચપણથી તમારો અન્યાય જોયો
અન્યાય પાછળ હતી એના પ્રત્યેની સુગ
હવે તો એય ચોખ્ખો હતો
ટાઈટ કપડાં અને ફાકડું ઈંગ્લીશ બોલતો હતો
હવે તોય કઠ્યું તમને
લો ત્યારે હવે આ મર્યો
જાતે સુડી પર ચઢ્યો જોશથી બોલ્યો
અલ્યા તે ઉભો કરેલો ભગવાન છે
તો આવું છુ...
કે પછી ખાલી નવરી વાત
તો માર્યા પછી સમજાવું છું.

3 ટિપ્પણીઓ:

  1. અદભુત વેદના...
    લાગણીની ભાષા જ્યારે જ્વાળામુખી બનેછે ત્યારે લાગેલી આગ સમાજને બાળે છે,
    સંયમનું શિક્ષણ પરિપક્વ બનાવેછે ત્યારે જ્વાળામુખી "જ્યોત" બની એક નવા સમાજનું નિર્માણ કરેછે....!!
    નિર્માણ કરો એક નવા સમાજનું,જ્યાં ધિક્કાર નહીં ધન્યતા અનુભવાય...!

    જવાબ આપોકાઢી નાખો

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...