સોમવાર, 12 ડિસેમ્બર, 2011

કાતિલ તબીબોને લીલા લહેર અને ગરીબના ઘરે કાળો કહેર


ત્રણ ના મોતનું રાજકારણ ઃ કાતિલ તબીબોને લીલા લહેર અને ગરીબના ઘરે કાળો કહેર


હસમુખે મરતાં પહેલાં સુસાઇડ નોંટમાં લખ્યુ કે, ‘મારી મોત માટે વી.એસના ડોક્ટરો જવાબદાર’

તંત્ર, પોલીસ, રાજકારણી અને રુપિયાના જોરે તબીબો બનેલાઓનું ષંડયત્ર

 શહેરના જુનાવાડજ વિસ્તારનો સ્લમ વિસ્તાર જે રામદેવપીર ટેકરાના નામે ઓળખાય છે. કાગળ વીણીને કે પછી મજુરી કરીને પેટીયું રળતાં શ્રમજીવી પરિવારોનું સ્વર્ગ. સ્લમ વિસ્તારમાં એક મહત્વકાંક્ષી યુવાન જે પોતાના વિસ્તારની નાની-નાની સમસ્યા માટે ક્યારેક કોર્પોરેટર તો ક્યારેક કોર્પોરેશનની ઓફિસના દ્વાર ખખડવતો. ક્યાંક રજુઆત તો ક્યાંક આજીજી પણ પોતાના વિસ્તારની સમસ્યા રજુ કરવામાં પાની ન કરતો. પણ કોઇને ક્યાં ખબર હતી કે, તંત્રની નિંભરતાની વારંવાર રજુઆત કરનાર એ તંત્ર જ એકવાર તેનો પરિવાર ભળખી જશે.
તબીબોની બેદરકારીથી પત્નિ નર્મદા પરમારના મોતના ૨૪ કલાક પહેલા હસમુખ પરમારેેે પોલીસ કમિશ્નરને અરજી કરી હતી તેમાં જણાવ્યા મુજબ ૧૭ આૅક્ટોબરે બપોરે ૧૧.૩૦ વાગે પત્ની નર્મદાને પ્રસૂતિ માટે વી.એસ. હોસ્પિટલમાં દાખલ કરી હતી. બપોરે ૨ વાગે ડાૅક્ટરોએ નર્મદાને તપાસીને સિઝેરિયનથી ડિલિવરી કરાવી હતી. જેમાં નર્મદાને પુત્ર અવતર્યો હતો પણ થોડા સમય બાદ તે મૃત્યુ પામ્યો હતો. નર્મદાની સ્થિતિ ક્રિટિકલ હોઇ તેને સતત વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી પણ વેન્ટિલેટરના રૂપિયા જમા કરાવવા વારંવાર તબીબો દબાણ કરતા હતા, પણ હસમુખ પાસે રૂપિયા ન હોવાથી તે ભરી શક્યો નહિ. બીજી તરફ  તબીબોએ કથિત રીતે વેન્ટિલેટર કાઢી નાંખવાથી નર્મદા મૃત્યુ પામી હતી. તબીબોની બેદરકારીના કારણે પત્ની અને પુત્રને ગુમાવનાર હસમુખ પરમાર પછી ભાંગી પડ્યો. બાદમાં પત્નિના મૃત્યના બીજા દિવસે સવારેેેથી જ પરેશાન હતો. તેણે આજે તેના મિત્રોને ફોન કરી જણાવ્યું કે, મારી પત્નીનું વેન્ટિલેટર કાઢી નાંખીને મોત નીપજાવનાર ડાૅક્ટરોએ મારી સામે ખોટી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના કારણે હવે પોલીસ તેની ધરપકડ કરીને તેને ત્રાસ આપશે તેવો ડર પણ વ્યક્ત કર્યો ેઅને પોતે સાચો છે છતાં પણ હવે સિસ્ટમથી કંટાળી ગયો છે તેથી મરવા જઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું.
સગર્ભા પત્નિનું તબીબી બેદરકારીને કારણે મોત, સીઝીરીયનમાં તબીબોની કથિત બેદરકારીને કારણે નવજાત પુત્રનું મોત બાદમાં બેદરકાર તબીબોના માનસિક ત્રાસ આપતા હસમુખ પરમારે કરેલા આપઘાત. આમ ત્રણ મોત માટે જવાબદાર કોણ તે પ્રશ્ન દરેકના મનમાં ઉઠે છે. ગરીબ દર્દી રુપિયાના અભાવે સરકારી હોસ્પિટલના બિછાને આવીને પોતાનું સર્વસ્વ જયારે ભગવાન કહેવાતા તબીબોને સોંપી દે છે. એ રુપિયાના જોરે બનેલા તબીબો જયારે બેદરકારી દાખવીને દર્દીનું મોત નિપજાવે તો તેમને સજા કેમ નહિ તે પ્રશ્ન આજે દરેક ગરીબના મનમાં ઉઠી રહ્યો છે.
વી.એસ હોસ્પિટલના કર્તા - હર્તાઓએ નર્મદા-હસમુખના મોતને એક નાટક બનાવી દીધું. તબીબોેએ બેદરકારી કરી હતી કે નહિ તેની તપાસ થાય તે પહેલાં તેઓ નિર્દોશ જાહેર કરવાનો પ્લોટ ઘડાઇ ગયો હતો. હસમુખના આપઘાતના એક દિવસ બાદ જ જયારે વાતવરણમાં ગરમાવો હતો ત્યારે રાતે આઠ વાગે વી.એસ હોસ્પિટલના સુપ્રિટેન્ટેડ મકવાણાની કેબિનમાં પોલીસ તપાસ અધિકારી અને અમદાવાદ શહેરના મેયરની ખાસ એક બેઠક યોજાઇ હતી જેમાં સમગ્ર પ્લોટ ઘડાયો તેમાં શું રંધાયું તે જવાદો. પણ ત્યાર બાદ બનેલી ઘટનાઓ જુઓ. ૧. હસમુખના આપઘાત બાદ હસમુખની અંતિમયાત્રામાં આવેલી પોલીસે હસમુખના આપઘાત કેસમાં આત્મહત્યા માટે ઉશ્કેરણીની એફઆઇઆર દાખલ કરવાની વાત આશરે ૫૦૦ માણસની હાજરીમાં કરી હતી, અચાનક એક દિવસ વિત્યો અને પોલીસ એફઆઇઆર માટે હેન્ડરાઇટીંગ એક્સપર્ટના અભિપ્રાયની વાત કરવા લાગી, આમ સામાન્ય રીતે કોઇ પણ શંકાસ્પદ મોત થયા બાદ ચારથી પાંચ દિવસમાં પોસમોર્ટમ રિપોર્ટ આવી જાય પણ આ કેસમાં ૨૦ દિવસ જેટલો સમય વિત્યો પણ પી.એમ રિપોર્ટ ન આવ્યો, આ પ્રકારના શંકાસ્પદ કેસમાં ઝડપથી હેન્ડરાઇટીંગ રિપોર્ટ આવે તે માટે પોલીસે કોઇ પ્રયત્ન ન કર્યા હજુ સુધી હેન્ડરાઇટીંગ એકસપર્ટનો રિપોર્ટ આવ્યો નથી, આમ તો રસ્તે જતાંને પકડીને જેલમાં ધકેલી દેતી પોલીસે હજુ સુધી કોઇ તબીબની અટકાયત પણ કરી નથી, નર્મદા પરિવારની સારવાર કરનાર સાત તબીબોના પોલીસે નિવેદનો લીધા પણ હસમુખને મેણા-ટોણા મારનાર કે તેને વારંવાર વેન્ટીલેટર કાઢી નાંખવાની ધમકી આપનાર તબીબો કોણ તે પણ પોલીસે શોધવાની તસ્દી ન લીધી કે પછી જાણવાની તસ્દી ન લીધી. તો બીજી તરફ વી.એસ હોસ્પિટલના સત્તાવાળાઓએ બનાવેલી તપાસ સમિતીએ હસમુખના પરિવારનો પક્ષ જાણ્યા વગર કે તેમના નિવેદનો લીધા વિના જ તબીબોને ક્લીન ચીટ આપી દીધી. આ તમામ ઘટનાઓ જે રીતે એક પછી એક બની તેણે હસમુખ પરમાર, નર્મદા પરમાર અને એ નવજાત શિશું ત્રણેય મોતને લઇને ખેલાઇ રહેલા રાજકારણની પોલ ખોલી દીધી.
 શું દોષી તબીબોને બચાવવા માટે કઇ-કઇ પ્રયુક્તિઓ અપનાવી કે જેનાથી તેમને બચાવી શકાય શું તેની બ્લુ પ્રિંટ પહેલા જ તૈયાર થઇ ગઇ હતી શું તેના આધારે જ પોલીસ આ પ્રકારે વર્તી રહી છે. શું તબીબોને છાવરવા માટે કોંગ્રેસ અને ભાજપના રાજકારણીઓ એક થઇ ગયા છે. શું ત્રણેય મોત માટે જવાબદાર બેદરકાર તબીબોને ક્યારેય સજા નહિ મળે ... આ બંધા પ્રશ્નો અને જવાબ બસ એક એ ગરીબોની લાચારી..
તંત્ર, પોલીસ, રાજકારણી અને રુપિયાના જોરે તબીબો બનેલાઓએ ભેગા મળીને કરેલા ષંડયંત્રના ભાગરુપે ત્રણ મોત માટે જવાબદાર લોકોને ક્યારેય સજા નહિ મળે તે પ્રશ્ન ઉપસ્થિત થવો જરુરી છે. ત્રણ મોતના માટે જવાબદાર તબીબો આજે પણ એજ સમયે પોતાની ફરજ પર હાજર થાય છે, કોલર ઉંચો કરીને વી.એસમાં ફરે છે અને કદાચ એવું પણ વિચારતા હોય કે, આવા તો કેટલાય ગરીબ નર્મદા અને હસમુખ ગયા અમે તો ત્યાંના ત્યાં જ છીએ...
 હસમુખે મરતાં પહેલાં સુસાઇડ નોંટમાં લખ્યુ કે, ‘મારી મોત માટે વી.એસના ડોક્ટરો જવાબદાર’ . ત્યારે શું હેન્ડરાઇટીંગ એક્સપર્ટના ઓપીનીયનના આધારે જ એફઆઇઆર કરી શકાય શું તેના વગર બીજો કોઇ રસ્તો નથી..આ નિર્માણ કરેલી પરિસ્થિતીના કારણે કાતિલ તબીબોને લીલા લહેર અને ગરીબના ઘરે કાળો કહેર વર્તાઇ રહ્યો છે.



હસમુખની સુસાઇડ નોટ એક પ્રશ્ન અનેક

હસમુખે પોતાની સુસાઇડ નોટમાં મુખ્યમંત્રીને ઉદ્દેશીને ન્યાયની માગ કરી હતી ત્યારે પ્રશ્ન એ આવે કે માધ્યમોના જોરે પ્રસિધ્ધી મેળવનાર પ્રત્યે એક સામાન્ય માનવીનેે કેટલી શ્રધ્ધા હોય છે અને તે વાસ્તવિકતાથી કેટલો અજાણ હોય છે.
સાંજના સમયે જુનાવાડજ ખાતે રહેતા હસમુખ પ્રહલાદભાઇ પરમારે ગાંધીપુલ પરથી નદીમાં પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી. એક દિવસ પહેલાં જ વી.એસ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી હસમુખ પરમારની પત્નિનું તબીબોેએ વેન્ટીલેટર કાઢી નાંખ્યું હોવાનો આક્ષેપ તેણે કર્યો હતો તેને લઇને વી.એસ હોસ્પિટલમાં ભારે હોબાળો પણ મચ્યો હતો તેથી હસમુખ પરમાર સહીત અન્ય પાંચ સામે એલિસબિ્રજ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો. આપઘાતના દિવસે બપોરેના સમયે પિતા પાસે ૨૦ રુપિયા લઇને ઝેરોક્ષ કરાવવા જવુ છું તેવું જણાવીને હસમુખ ઘરેથી નિકળ્યો હતો અને આશરે સાંજે ચાર-સાડા ચાર વાગ્યાના અરસામાં તેણે ગાંધીપુલ પરથી સાબરમતી નદીમાં પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી પોલીસે આત્મહત્યા બાદ કાઢેલી હસમુખના ખિસ્સામાંથી સુસાઇડ નોટ પણ મળી હતી. સુસાઇડના પ્રથમ પાનામાં ગુજરાત રાજયના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લખ્યું છે કે, ‘મારી પત્નિનું વી.એસ હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીના કારણે મોત થયું છે.અને હું પણ આત્મહત્યા કરું છું. અમે પાંચ દિવસ પહેલા પોલીસ ફરિયાદ કરીને મીડિયાને જાણ કરી હોવા છતાં પણ વી.એસ હોસ્પિટલના ડોક્ટરોએ મારી પત્નિને મોતને ઘાટ ઉતારી. પાંચ દિવસ પહેલા જણાવ્યું છતાં આત્મહત્યા કરવાનું કારણ મને ન્યાય ન મળવાથી, ગાયનેક ડોક્ટરો અને રેસીડેન્ટ ડોક્ટરોને જેલ કરવી પણ આમાનું કશું થયું નથી તેથી હું આત્મહત્યા કરું છું. મારી મોત માટે વાડીલાલ સારાભાઇ (વી.એસ) જવાબદાર રહે. સાથે મારી પત્નિને આપવામાં આવેલી મોંઘીદાટ દવાઓ લઇને હું આત્મહત્યા કરું છું. હું અને મારી પત્નિને ન્યાય આપો તેવી નમ્ર અરજ છે.’
સુસાઇડના બીજા પાનાંમાં વી.એસના ડોક્ટરોએ તેની પત્નિને કેવી રીતે મોતને ઘાટ ઉતારી તે વિશે લખ્યું છે કે, મારી અરજી સાથે પોલીથીન એડ કરું છું. મારી વાઇફને મોંઘીદાટ દવાઓ આપવામાં આવી અને મશીન કાઢી નાંખવામાં આવ્યું. હું મશીનના પૈસા ન ભરવાથી ૨૩-૧૧-૨૦૧૧ના રોજ સવારે ૪ કલાકે મશીન કાઢી લીધું હતુ. અને તેને કારણે ૫ વાગે મારી પત્નિનું મોત થયું હતુ. ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયું તેમને સસ્પેંન્ડ કરો. પાંચ વર્ષ માટે જેલમાં રાખો.વી.એસ હોસ્પિટલ જવાબદાર છે.
હસમુખે સુસાઇડ નોટના ના ત્રીજા પાનાંમાં ખાસનોંધ કરી લખ્યું છે કે, આમા મારા ઘરને, માતા-પિતાને કોઇ લેવા-દેવા નથી. તેથી કોઇપણ જાતની તેમની હેરાનગતિ ન કરતાં. મારા પિતાએ મારી પાછળ બહુ મહેનત કરી છે. અને મેં એમને બહું દુઃખી કર્યા છે. જેથી તેમને કોઇ જાતની હેરાનગતિ ન કરતાં. મારા માતા-પિતા ગરીબ હોવાથી સરકાર તેમને ન્યાય આપે..

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...