શનિવાર, 12 નવેમ્બર, 2016

"રૂપિયા, મિલકત અને જમીનમાં ટોચ મર્યાદા નક્કી કરો, એથી વધુ સંપત્તિ ભેગી કરવા પર પ્રતિબંધ મુકો..."



મૂર્ખ... ચોર... બેવકૂફ...બેઈમાન..
આવા વિશેષણ કોઈની માટે વાપરીને આ શબ્દોનું મહત્વ ઘટાડવું નથી..
કેમ ? સમજો..
સીધી એક વાત કહેવી છે. તકલીફ "કાળા નાણાં" નહિ પણ કાળી દાનતની છે. હવે તમને એ સમજાવવું છે કે તમારું માથું દુઃખે તો બીજાને ઇંજેકસન ન અપાય.. એટલ કે નોટ બદલવી એ ટૂંકા ગાળા નું સમાધાન છે. આ દેશ યુવાનીમાં પગ મૂકી રહ્યો છે તો યુવાનીના મજબૂત કદમ ઉપાડો.. ખૂબ જ સામાન્ય છે. "રૂપિયા, મિલકત અને જમીનમાં ટોચ મર્યાદા નક્કી કરો, એથી વધુ સંપત્તિ ભેગી કરવા પર પ્રતિબંધ મુકો..."
કાળું નાણું ક્યારે પેદા થાય છે જયારે આ વ્યવસ્થામાં કોઈ માણસ આ દેશના સંશાધનોનો ઉપયોગ કરી રૂપિયા કમાય છે પણ ટેક્સ નથી ભરતો, તો તેવા સંજોગો તે કાળા નાણાં ન વાપરી શકાય તેવી વ્યવસ્થા કરો...
- કરોડોની જમીન હજારોમાં કેવી રીતે ખરીદાય છે તે કેમ નથી દેખાતું. જંત્રીના ભાવ બજારભાવ પ્રમાણે કરો.. જમીનના દરેક સોદા ચેકથી ફરજીયાત કરો
- 10 લાખથી વધુની ટેક્સ ચોરી પકડાય તો 10 વરસની સજા કરો, ગુનો આચરીને કમાયેલા નાણાં સાબિત થાય તો 1000 ટકા પેંલટી ને આકરી સજા
- દરેક મોંઘી કાર કે સેવા લેનાર દરેક વ્યક્તિનું દર વર્ષે જિલ્લાદીઠ નામ જાહેર કરો, જીવનમાં એક પણ રૂપિયાની નોકરી વિના નેતા કે અમલદાર મોત પછી કાળા નાણાં સીધા વાઈટ થઈ જાય છે, આ કાયદાની નબળાઈનો સુધારો કરો
- મોટી સંસ્થા કે સંગઠનમાં હોદેદારના મોત પછી દીકરીને મળતા હોદ્દા પર બ્રેક. બાપની પેઢીઓ ચલાવવાનું બંધ કરો
- જમીનનું રાષ્ટ્રીયકારણ કરો, દરેક જમીન વિહોણા પરિવારોને જમીનનો હક
- શિક્ષણનું પણ રાષ્ટીયકરણ, નેબર સ્કૂલ-કોલેજ બનાવો, જેમાં વડાપ્રધાન અને મજુરનો દીકરો એક જ સ્કૂલમાં ભણે, ધો. 1થી12 નું ગુણવત્તા શિક્ષણ દરેક બાળકનો હક, બાળમજૂરી દેશદ્રોહ ગણો,
- દરેક સેક્ટરમાં મહિલાનું 50 % પ્રતિનિધિત્વ ફરજીયાત
- દીકરીઓને રાઈટ ટુ બોડી આપો
- રૂપિયા, મિલકત અને જામીનમાં ટોચ મર્યાદા નક્કી કરો, એથી વધુ સંપત્તિ ભેગી કરવા પર પ્રતિબંધ મુકો
- સૌથી મહત્વનું...
1. તમામ રાજકીય પક્ષ પોતાને મળતા 100 ટકા ચૂંટણી ભંડોળના સ્ત્રોત જાહેર કરે, RTI હેઠળ આવે, રાજકીય પક્ષ સાથે જોડાનાર દરેક કાર્યકર કે નેતા સદસ્યતા વખતે સોગંધનામું કરી સંપત્તિ જાહેર કરે, રાજકીય પક્ષ કાયમી અને ટેમ્પરરી એમ બે પ્રકારના કાર્યકર્તા અને નેતા રાખે, તેમના પગાર પણ હોદા પ્રમાણે નક્કી કરે. પક્ષમાં પગારદારી સરકારમાં ન બેસી સકે તેવો નિયમ બનાવે. ઉપરાંત નિવૃત્તિ પણ નક્કી હોય. ઉપરાંત નેતા કે કાર્યકર ઉપર થતા ભ્રષ્ટાચારની ફરિયાદ ચકાસવા અલાયદી CBI જેવી વ્યવસ્થા હોય.. તે સીધો રાષ્ટ્રપતિ ને રિપોર્ટ કરે, તાપસ એક વરસમાં પુરી થાય.. રાજકીય પક્ષના નેતા સીધા કોઈ ધંધો, વેપાર કે ઉદ્યોગ કરનાર સરકારમાં મંત્રી ન થયી સકે, રાજનીતિ પૂર્ણ સમયનો વ્યવસાય ઘોસિત કરાય, ૮ કલાકનું કામ ફરજીયાત.
2. અમલદારોની હાલની તમામ કેડર રદ કરાય, નવી વ્યવસ્થા ઉભી કરાય, જેમાં અંગ્રેજોની વખતમાં જેમ અમલદારોને અપાતા ગુલામો (રસોઇયાથી માંડીને અન્ય નોકરોની ફોજ) બંધ કરાય. અમલદારોના પગાર ઊચા રાખો પણ જવાબદેહી વધારો,
3. કોર્ટનું કામ ન્યાય આપવાનું એમાં જરાય વિલંબન ચાલે. ઝડપી ન્યાય આપવાની વ્યવસ્થા થાય. દરેક ફરિયાદી, સાક્ષીને સુરક્ષા, આરોપીના હકનું રક્ષણ કરો, પોલીસ ને સેવક બનાવો.
4. મીડિયાની સ્વતંત્રતા વધારો, ડિગ્રી વિનાના લોકોને પત્રકારની નોકરી નહિ, રાજનેતા, ઉદ્યોગપતિની મીડિયાના માધ્યમો પર મોનોપોલી નહિ, દરેક નાગરિકને પણ ચર્ચા પત્રો સાહિત પોતાની  કહેવાનો હક આપો, ઓરોપીઓની જ્ઞાતિ લખવા ઉપર બેન

શુક્રવાર, 11 નવેમ્બર, 2016

કમાયો એ કાળું નાણું ! સમાજમાં મળી ઈજ્જત ઘણી ! કોલેજની સૌથી કામણગારી એના પ્રેમમાં પડી



કાળા એના વાળ
ને કાળો એનો રંગ
કાળી એની દાનત
ને કાળી એની વાત
કમાયો એ કાળું નાણું
સમાજમાં મળી ઈજ્જત ઘણી
કોલેજની સૌથી કામણગારી
એના પ્રેમમાં પડી
મંદિરમાં પણ ભગવાન એને મળ્યા પહેલા
ભક્તોમાં પણ એ સવાયો નીવડ્યો
ક્યાંય એને કાળો રંગ નડ્યો નહિ
મનમાં મુજયો હું
કેમ થયું
આવું ?
તો જવાબ મળ્યો ફક્ત એટલો
કાળાની તો છે દુનિયા
નેતા મારો કાળા કામ કરનારો
બાબુ મારો કાળી ફાઈલમાં સહી કરનારો
ન્યાય આપનારનો કોટ કાળો
સમાચારના અક્ષર કાળા
હવે હું હરખાયો
કેમ કે હું પણ કાળો
ને કાળી આખી દુનિયા....
કાળાનો ખેલ
હવે ધોળું થવાનું મેલ


શુક્રવાર, 4 નવેમ્બર, 2016

પ્રતિબંધ મુકો...


પ્રતિબંધ મુકો
જાત પર ને નાત પર
નેતાઓની બકવાસ પર
પ્રતિબંધ મુકો
એક દિવસની ભૂખ પર
અંબાણીના સુખ પર
અમીરોના રસુખ પર
ગરીબોના દુઃખ પર
મહિલાઓના મનદુઃખ પર
પ્રતિબંધ મુકો
લુખ્ખાઓની લૂંટ પર
અમીરો માટે કાયદાની છૂટ પર
બાવાઓની ભભૂત પર
પ્રતિબંધ મુકો
કાળા નાણાના વપરાશ પર
નાવરાઓની નવરાશ પર
પ્રતિબંધ મુકો
બાળપણ હોમતી મજૂરી પર
કુરિવાજોથી દબાયેલી જવાની પર
બુઢાપાની લાચારી પર
પ્રતિબંધ મુકો
મહિલાની ચરિત્રની કસોટી પર
પુરુષોની મર્દાનગી પર
નેતાઓની નજર પર
અધિકારીઓની સત્તા પર
તીન પત્તી ને પત્તાં પર
પ્રતિબંધ મુકો
ભેળસેલિયા ખોરાક પર
ધુમાડા ઉડાડતા એકમો પર
ચવાઈ ગયેલી કહેવતો પર
પ્રતિબંધ મુકો
જ્ઞાતિના વર્ચસ્વની વાતો પર
એકતા તોડતી લાતો પર
ગુરુ શિષ્યની પરમ્પરા પર
વ્યક્તિને પૂજવવાની પ્રથા પર
પ્રતિબંધ મુકો

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...