રવિવાર, 31 જુલાઈ, 2016

જો ભગવાન હોત તો દર વખતે તારો જ અંગૂઠો કપાયો ન હોત




જો ભગવાન હોત તો તુ આ રીતે વર્ષોથી સડ્યો ન હોત
જો ભગવાન હોત તો તુ તારા હક માટે લડ્યો ન હોત

જો ભગવાન હોત તો તને પણ આખરે માણસ ગણ્યો હોત
જો ભગવાન હોત તો તુ અેના ડરથી ભયભીત યઇ રડ્યો ન હોત

જો ભગવાન હોત તો તુ પાપ - પુણ્યની લપમાં પડ્યો ન હોત
જો ભગવાન હોત તો તુ દર વખતે કૂતરાની જેમ મર્યો ન હોત

જો ભગવાન હોત તો દર વખતે તારો જ અંગૂઠો કપાયો ન હોત
જો ભગવાન હોત તો દર વખતે તને રાક્ષસમાં ખપાવાયો ન હોત

મર્યા પછી પુર્નજન્મમાં ઢોર થવાના ડરથી નીકળીએ, હવે તો આપણે બધા સાથે મળીને આ જન્મે જ ઢોર થઇએ

અરે આવો રે આવો, એક નવો પ્રયાસ કરીએ..

હવે માણસોને માણસ નહીં પણ હવે તો ઢોરોને માણસ ગણીએ
સવારે ઉઠો ને આપણે સૌ સાથે ચરવા જઇએ
જોઇએ તો ખરા ગૌચર ખૂટે તો પ્લાસ્ટીકની થેલી ખઇએ

અરે આવો રે આવો, એક નવો પ્રયાસ કરીએ..

આમ પણ ભણ્યા એટલે ભલૂ થયું હવે ઢોરોને ભણાવીએ
સૌથી શાણો માણસ એટલે હવે ભણાવીને ઢોરને શાણા કરીએ
જીવ જાય તો વાંધો નહીં, મર્યા પછી કોઇ ખાય તો વાંધો નહીં
હવે તો ઢોરોની જગા દઇએ તેમની પણ અંત્યેષ્ઠી કરીએ

અરે આવો રે આવો, એક નવો પ્રયાસ કરીએ..

માણસને ઢોર અને ઢોરને માતા-પિતા ગણીએ
ખાય તે ચાર અે ખઇએ, ને માણસને બે ટક રળવા ફાફાં મારવા દઇએ
કંટાળો આવે તો માણસને ઢોરવાડે પૂરીએ, ઢોરોને ઘરડા ઘરમાં મોકલીએ

આવો રે આવો એક નવો પ્રયાસ કરીએ..

મર્યા પછી પુર્નજન્મમાં ઢોર થવાના ડરથી નીકળીએ,
હવે તો આપણે બધા સાથે મળીને આ જન્મે જ ઢોર થઇએ

 આવો રે આવો એક નવો પ્રયાસ કરીએ...

શુક્રવાર, 29 જુલાઈ, 2016

એક છોટી સી લવ સ્ટોરી જો અેક સવાલ સે ખતમ હુઈ



પહેલી બાર મીલે થે તબ..
તો ઉસને મુજે દેખકર પ્યાર કી કસમ ખાઇ થી
પહેલે પુછા નામ,
ફીર પુછા કામ,
અૌર મેરી સેલેરી પે વો ભી ઇતરાઇ થી
ફીર મુલાકાતે બઢતી ગઇ,
દુરીયા ઘટતી ગઇ,
અેક દિન વો ખુશ હોકર ફીર મીલને આઇ થી
લંબી સાસે ભરી
ફીર વો ધીરે સે બોલી,
પાપાને કહા કે, વો હે રાજી
અબ જલદી સે કર લો શાદી
બસ અેક બાત પુછી હૈ.
સેલેરી તો અચ્છી હૈ,
લેકિન લડકા કિસ જાત કા હૈ
એક છોટી સી લવ સ્ટોરી જો અેક સવાલ સે ખતમ હુઈ
બસ ઉસે ઇતના બતા દિયા કે યાર મેં ઇન્સાન હું
નહીં ચલેગા......

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...